Charotar Sandesh
સ્પોર્ટ્સ

નીરજને ઓલિમ્પિક ફાઈનલ પહેલાં પોતાનો ભાલો નહોતો મળ્યો

જેવલિન થ્રોઅર નીરજ ચોપરા (neeraj-chopra)

ન્યુ દિલ્હી : નીરજ અને અશરફ લાંબા સમયથી એક-બીજાના પ્રતિસ્પર્ધી રહ્યાં છે. તેમ છતાં તે એક-બીજાનું સન્માન પણ કરે છે. ૨૦૧૮ એશિયન ગેમ્સમાં પણ બંને સામ-સામે જ હતા. ત્યારે નીરજે ગોલ્ડ જીત્યો હતો અને અશરફે બ્રોન્ઝ. ટોક્યો ઓલિમ્પિકમાં અરશદ નદીમ પાંચમાં ક્રમાંકે રહ્યો હતો.

જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો છે

નીરજે જેવલિન થ્રોની ફાઈનલમાં પોતાના પ્રથમ પ્રયત્નમાં ૮૭.૦૩ મીટરનો થ્રો કર્યો હતો. તેમનો બીજો થ્રો ૮૭.૫૮ મીટરનો રહ્યો હતો. કોઈ અન્ય એથ્લીટે પ્રથમ થ્રોની આસપાસ પણ ન આવી શક્યો. જોકે આ અંગે નીરજનું કહેવું છે કે તેણે પોતાનો પ્રથમ થ્રો ખૂબ જ ઉતાવળમાં કર્યો હતો.

નીરજે કહ્યું- ફાઈનલ શરૂ થવાની હતી અને મને મારો ભાલો મળી રહ્યો નહોતો. ત્યારે મેં જોયું કે મારો ભાલો પાકિસ્તાની થ્રોઅર અરશદ નદીમના હાથમાં છે. પછીથી મેં તેની પાસેથી ભાલો લીધો અને ઝડપથી થ્રો કર્યો.નીરજનો ભાલો નદીમના હાથમાં હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યા છે તો લોકો એમ કહેવા લાગ્યા છે કે પાકિસ્તાની એથ્લીટે જાણી જોઈને આમ કર્યું હશે.

તેની પર નીરજે કહ્યું છે કે અરશદ નદીમે કોઈ નિયમ તોડ્યા નથી. તેમણે જે કઈ કર્યું છે તે નિયમમાં રહીને કર્યું છે. મારી તમને બંધાને વિનંતી છે કે મારી કમેન્ટ્‌સને પોતાના ગંદા એજન્ડાને આગળ વધારવાનું માધ્યમ ન બનાવો. રમત આપણને બધાને એક થઈને રહેવાનું શીખવાડે છે અને કમેન્ટ કરતા પહેલા રમતના રૂલ્સ જાણવા જરૂરી છે. નીરજે ટિ્‌વટમાં વીડિયો પણ શેર કર્યો છે.

Other News : કોહલીને પેવેલિયનમાં જતી વખતે દર્શકોએ તેને ગુડબાય કહીને ચીડવ્યો

Related posts

સિડનીનું મેદાન ગુલાબી રંગે રંગાયુ, ખેલાડીઓએ પહેરેલી પિન્ક કેપનો રોચક ઇતિહાસ…

Charotar Sandesh

સ્મિથે ટેસ્ટમાં સદી-અડધી સદીનું ૧૦મી વખત કારનામું કરી રેકોર્ડ કર્યો…

Charotar Sandesh

સિડની ટેસ્ટમાં બુમરાહ અને સિરાજ પર સ્ટેન્ડમાંથી વંશીય ટિપ્પણી કરાતા વિવાદ…

Charotar Sandesh