Charotar Sandesh
ગુજરાત

ન ઘરના ન ઘાટના : આ દિગ્ગજ નેતા સત્તા માટે કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા, ને હવે ક્યાંયના ન રહ્યાં

કોંગ્રેસ છોડી ભાજપ

અભરખા સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓને હાથ કંઈ ન આવ્યું

અમદાવાદ : Politicsમાં સત્તા માટે પક્ષપલટો કરવાની નવાઈ નથી. દરેક વખતે ચૂંટણી પહેલાં નમતાં પલડે બેસવાની રાજકીય પક્ષોને ટેવ હોય છે. તેમાં ક્યારેક લાંબા ગાળાની ગણતરી હોય કે ક્યારેક અગાઉથી જ ટીકિટ માટે વચન મેળવી લીધેલું હોય. પરંતુ કોંગ્રેસમાંથી bjpમાં ગયેલાં કેટલાંક મોટા ગજાના નેતાઓને એવી પછડાટ મળી છે કે ભાજપમાં આવવાનો તેમનો હેતુ સર્યો નથી અને હવે કોંગ્રેસમાં પાછા જઈ શકે તેમ નથી.

ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા તરીકે જાણીતા આ ક્ષત્રિય નેતા પોતાના બળબૂતા પર બે વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. ત્યારબાદ ભાજપમાં જોડાઈને ભાજપની ટીકિટ પર પણ જીત્યા હતા. ભાજપમાં જોડાવાની શરત હોય કે ગમે તે કારણ હોય, તેમને તરત કેબિનેટ મંત્રી બનાવી દેવાયા, પણ હકુભા તેમાં બરાબર સેટ થાય એ પહેલાં તો આખું રૂપાણી પ્રધાનમંડળ જ ઘરભેગું થઈ ગયું અને હકુભાનું મંત્રીપદ ગયું. આ વખતે હકુભાની ટીકિટ કપાઈ ગઈ.

બ્રિજેશ મેરજાએ મોરબીના આ ધારાસભ્ય કોંગ્રેસની ટીકિટ પર જીતીને પછી લાગ જોઈ ભાજપમાં જોડાયા અને મંત્રી પણ બની ગયા હતા. ઉચ્ચ સરકારી અધિકારીમાંથી નેતા બનેલાં મેરજા બીજી વખત ધારાસભ્ય બનીને વધુ મોટું મંત્રાલય મેળવવાના ખ્વાબ જોઈ રહ્યા હતા પરંતુ તેમનાં સત્તાના ખ્વાબ પર મોરબીનો પુલ તૂટ્યો અને મેરજાની ટીકિટ કપાઈ ગઈ છે.

પરશોતમ સાબરિયા ધ્રાંગધ્રા હળવદ બેઠકના કોંગ્રેસી ધારાસભ્ય સાબરિયાએ પણ રાજ્યસભાની ચૂંટણી ટાણે વખત પારખીને પક્ષપલટો કરી લીધો હતો. જોકે સાબરિયાને મંત્રીમંડળમાં સ્થાન તો ન જ મળ્યું, તેમની ટીકિટ પણ કપાઈ ગઈ છે.

જયરાજસિંહ પરમાર કોંગ્રેસના આ વાચાળ, બુદ્ધિશાળી અને આક્રમક પ્રવક્તાએ ભાજપમાં જોડાઈને સૌને આંચકો આપ્યો હતો. ભાજપના સૌથી વધુ કડક ટીકાકાર તરીકે ટીવી ડીબેટ ગજાવતા આ ક્ષત્રિય નેતા ભાજપમાં જોડાયા તેનું કારણ કોઈને સમજાતું ન હતું. હવે જ્યારે તમામ બેઠકો પર ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે ત્યારે જયરાજસિંહ પરમારને પણ નિરાશા જ હાથ લાગી છે.

Other News : ઉમરેઠ બાદ પેટલાદ ભાજપમાં ભડકો : આણંદ, ખંભાતમાં પણ અસંતોષનો ઉકળતો ચરૂ

Related posts

વેક્સિનેશન : ૪૦ હજાર સિનિયર સિટિઝનને રસી મુકાઈ, ૨ મહિનામાં ૫ લાખનો ટાર્ગેટ…

Charotar Sandesh

થર્ટી ફર્સ્ટને લઈને જાહેરનામુ… હોટેલ, ક્લબ કે ફાર્મ હાઉસમાં પાર્ટી કરવા પર પ્રતિબંધ…

Charotar Sandesh

રાજ્યમાં ૪ દિવસ મેઘની આગાહી : આ શહેરોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે

Charotar Sandesh