નવી દિલ્હી : રેવન્યુ હેઠળ આવતા તમામ વિભાગો વચ્ચે કાર્યવાહી કરવા માટેના કરાર કરવામાં આવ્યા હતા. તે અંતર્ગત ઇન્કમટેક્સ દ્વારા કરચોરી કરવા માટેની કાર્યવાહી પાર પાડવામાં આવતા બાદ તેણે જીએસટીની ચોરી કરી છે કે નહીં તેની વિગતો આપોઆપ જીએસટી વિભાગને મળી જાય તેવી વ્યવસ્થા ઉભી કરી દેવામાં આવી છે. જોકે અત્યાર સુધી આ કાર્યવાહી કરવામાં આવતી નહોતી. પરંતુ હવેથી આ કાર્યવાહીની શરુઆત કરીને કરદાતાઓને નોટીસ મોકલવામાં આવી રહી છે.
આઇટી અને જીએસટીના ડેટા આપલેના કરાર બે વર્ષ પહેલા કરવામાં આવ્યા હતા
ત્યાર બાદ કોરોનાના લીધે આઇટી અને જીએસટી દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવતી નહોતી. જ્યારે હવે કોરોનાની સ્થિતી હળવી થવાની સાથે સાથે સરકારની આવકમાં પણ વધારો થાય તે માટેના તમામ પ્રયાસો પુરજોશમાં શરુ કરી દેવામાં આવ્યા છે. તેના પરીણામ સ્વરુપે જ હવે રીટર્નના ડેટમાં વિસંગતતા જોવા મળતા તમામ કરદાતાઓએ નોટીસનો સામનો કરવો પડવાનો છે.
જીએસટી અને ઇન્કમટેક્સ વિભાગ વચ્ચેના ડેટા આપલે કરવાના કારણે હવે કરદાતાઓને નોટીસ મોકલવાની કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કારણ કે કેટલાક કરદાતાઓ ઇન્કમટેક્સ બચાવવા માટે ઓછી આવક દર્શાવી હોવાના કારણે અથવા તો જીએસટી રીટર્ન ભર્યા બાદ બંનેના ડેટામાં તફાવત જોવા મળતા સિસ્ટમ દ્વારા જ કરદાતાને નોટીસ મોકલવાની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. તેમજ સુરત સહિત દક્ષિણ ગુજરાતના અનેક કરદાતાઓને આવી નોટીસ મળતા દોડતા થઇ ગયા છે.
Other News : વડાપ્રધાન મોદીની સંપત્તિ વધીને ત્રણ કરોડને પાર