કેવળિયા : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રવાશન સ્થળ તરીકે વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) માં નવું-નવું નજરાણું ઉમેરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) નજીક ગંગા મૈયાની જેમ નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવેલ, આ આરતીમાં લાઈટ અને સાઉન્ડ શો નું નજરાણું પણ ઉમેરાવવા જઈ રહેલ છે.
નર્મદા મૈયાની આરતીનો લાભ લેનારા દર્શકોને આધ્યાત્મની અનુભૂતિ અને દિવ્યતાનો અનુભવ થશે
હજારોની સંખ્યામાં પ્રવાસીઓ માટે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) માં સરદાર પટેલની સૌથી મોટી પ્રતિમાની સાથે હવે અલગ-અલગ નજરાણા જોવા મળશે, જો કોઈ પ્રવાસી સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) ખાતે ત્રણ દિવસના નિરાંતે આવશે તો તમામ ઉમેરાયેલ નજરાણા જોઈ શકશે અને અલગ જ દિવ્યતાનો અનુભવ કરી શકશે તેવી સુંદર આયોજન કરવામાં આવેલ છે, તેમજ આ સાથે સરદાર પટેલની પ્રતિમા પર રોજ સાંજે લેઝર શોનું આયોજન કરાય છે, જેને લઈ દર્શકોમાં વિશેષ આકર્ષણ જોવા મળે છે, તાજેતરમાં જ અહીં ગંગા મૈયાની જેમ માં નર્મદા મૈયાની વિશેષ આરતી કરવામાં આવી હતી.
Other News : અંકલેશ્વરનો યુવાન ઓમાનમાં ઝળખ્યો : અમેરિકા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ફટકારી પહેલી સદી