સુરત : મહારાષ્ટ્રના પોલિટિક્સમાં ઉથલપાથલ થવા પામી છે, શિવસેનાના ધારાસભ્યોને સુરત લાવીને સરકાર પાડવાનો તખ્તો રચાઈ રહ્યો છે, ત્યારે ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યને સાચવવા ગુજરાત લાવવા કવાયત હાથ ધરાઈ રહી છે.
મહારાષ્ટ્ર ભાજપના 105 ધારાસભ્યો માટે અમદાવાદમાં એસજી હાઈવે અને બાવળા પાસેની હાઈફાઈ હોટલ બૂક કરાઈ હોવાની માહિતી મળી રહી છે
આજે શિવસેનાના ૩૦ જેટલા ધારાસભ્યો તો સુરતમાં સંપર્ક વિહોણા થઈ હોટલમાં રોકાયા છે, ત્યારે મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્યોને સાચવવા માટે તેઓને ગુજરાતના અમદાવાદમાં લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. ભાજપના ધારાસભ્યો માટે અમદાવાદમાં હાઈફાઈ હોટલો બુક કરાઈ છે, ત્યારે ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હીથી સુરત આવવા રવાના થયા છે, જેને લઈ હવે નવાજૂનીના એંધાણ સર્જાઈ રહ્યા છે.

ત્યારે ભાજપે પોતાના ૧૦૫ ધારાસભ્યને સાચવવા ગુજરાત લાવવા પ્રયાસો હાથ ધર્યા છે, શિવસેના સરકાર પલટવાર કરી શકે તેમ છે, જેથી ભાજપે પોતાના ધારાસભ્યોને સાચવવા માટે ગુજરાતની રસ્તો અપનાવ્યો છે, જ્યારે સુરત રોકાયેલા શિવસેનાના ધારાસભ્યો અંગે સાંજ સુધીમાં કોઈ નિર્ણય કરાશે તેમ છે.
Shivsena નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું : કહ્યું ઉદ્ધવ ઠકારે સરકાર પર કોઇ સંકટ નથી
હવે શિવસેનાના દિગ્ગજ નેતા એકનાથ શિંદે પોતાના સમર્થક ધારાસભ્યો સાથે સુરતની હોટલમાં સંપર્ક વિહોણા થયા છે, નોંધનીય છે કે એકનાથ શિંદે સાથે ૨૧ જેટલા ધારાસભ્ય છે. હવે નવાજૂનીના એંધાણ સર્જાઈ તેમ છે.
Other News : ભાજપના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીશ દિલ્હીથી સુરત માટે રવાના : મહારાષ્ટ્રમાં નવાજૂનીના એંધાણ