ન્યુ દિલ્હી : હવે બ્રિટન (britain) ના આ નિર્ણયથી એવા હજારો ભારતીય મુસાફરોને રાહત મળશે જેમણે કોવેક્સિન લીધેલી છે અને મંજૂરી મળવાની રાહ જોઈ રહ્યા હતા. બ્રિટન (britain) સરકારે કોવેક્સિનની સાથે સાથે ચીનની સિનોવૈક અને સિનોફાર્મ વેક્સિનને પણ સ્વીકૃત વેક્સિન લિસ્ટમાં સામેલ કરી છે. કોવેક્સિન એ ભારતમાં ઉપયોગમાં લેવાતી બીજી સૌથી મોટી વેક્સિન છે.
અગાઉ આ વેક્સિન લેનારા મુસાફરોને યુનાઈટેડ કિંગ્ડમ પહોંચ્યા બાદ ક્વોરેન્ટાઈન રહેવું પડતું હતું પરંતુ ૨૨મી નવેમ્બરે સવારે ૪ઃ૦૦ વાગ્યા બાદથી નિયમ લાગુ થઈ ગયો એટલે નહીં રહેવું પડે. ભારતની સ્વદેશી કોરોના રસી કોવેક્સિન લઈ ચુકેલા લોકોને બ્રિટને રાહત આપી છે.
આજથી બ્રિટને કોવેક્સિન લેનારા લોકોને પોતાના ત્યાં આવવાની મંજૂરી આપી દીધી છે
બ્રિટને ભારતની કોવેક્સિનને પોતાની સ્વીકૃત વેક્સિનની યાદીમાં સામેલ કરી દીધી છે. ૨૨મી નવેમ્બરથી ભારત બાયોટેક નિર્મિત વેક્સિન લેનારા મુસાફરોને હવે બ્રિટન (britain) માં ક્વોરેન્ટાઈન નહીં થવું પડે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એટલે કે, વુની મંજૂરી બાદ બ્રિટને કોવેક્સિનને ગ્રીન સિગ્નલ આપવાની ઘોષણા કરી હતી.
Other News : પઠાણકોટના કાઠવાલા પુલ નજીક ગ્રેનેડ હુમલો થયો : સમગ્ર જિલ્લામાં રેડ એલર્ટ અપાયું