Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકામાં ફરી એક વખત કોરોનાનો કહેર, ૧ લાખથી વધુ નવા સંક્રમિત મળ્યા

કોરોના સંક્રમિતો

USA : પાંચ મહિના બાદ અમેરિકામાં ૧ લાખથી વધુ નવા કોરોના સંક્રમિતોની ઓળખ થઇ છે. ફેબ્રુઆરી બાદ અહી આવેલા આ સંક્રમણના આંકડા પાછળ કોરોના વાયરસ ડેલ્ટા વેરિએન્ટ છે. ઓફિશિયલ આંકડા અનુસાર દેશમાં ૧૦૨,૨૭૮ નવા સંક્રમિત મળ્યા છે અને ૪૩૬ નવા મોત થયા છે. મહત્વપૂર્ણ છે કે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોનો આંકડો ૩૪,૯૪૩,૨૦૩ થઇ ગયો છે અને કુલ મોતની સંખ્યા ૬૧૩,૦૦૬ છે. આ આંકડા અમેરિકાની જોન્સ હોપકિન્સ યૂનિવર્સિટી તરફથી જાહેર કરવામાં આવ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી કેટલાક દેશમાં વધી રહેલા સંક્રમણને જોતા નિવેદન જાહેર કરવામાં આવ્યુ છે કે ડેલ્ટા વેરિએન્ટ વધુ જીવલેણ થાય તે પહેલા જ તેની પર રોક માટે કડક પગલા ભરવાની જરૂર છે. ચીન, સ્પેન, ઇન્ડોનેશિયા અને અમેરિકા સહિત કેટલાક દેશ કોરોના વાયરસના સંક્રમણ ડેલ્ટા વેરિએન્ટની ઝપટમાં છે.

વૈશ્વિક કોરોના સંક્રમણના કુલ કેસ ૧૯૭,૨૭૬, ૯૧૭ થઇ ગયા છે અને ૪,૨૦૭,૨૩૬ સંક્રમિતોના મોત થઇ ચુક્યા છે. બીજી તરફ કોરોના સંક્રમણથી બચવા માટે અત્યાર સુધી કોરોના વેક્સીનની ૪,૦૪૨,૬૧૪, ૧૭૩ ડોઝ વિશ્વભરમાં આપવામાં આવી ચુક્યા છે. મહત્વપૂર્ણ છે કે વિશ્વમાં મહામારી કોવિડ-૧૯ની શરૂઆત સાથે જ સૌથી ખરાબ સમય અમેરિકામાં શરૂ થઇ ગયો હતો જેનાથી હવે રાહતના સંકેત મળવા લાગ્યા હતા પરંતુ આ કેટલાક મહિના જ રહ્યો કારણ કે ફરી અહી ઘાતક કોરોના વાયરસના કેસ જોવા મળી રહ્યા છે.

  • Nilesh Patel

Other News : મધ્ય-પૂર્વના દેશોમાં કોરોનાની ચોથી લહેર ઘાતક બની રહી છે : WHO

Related posts

કોરોનાને લીધે ૨૦૨૧ સુધી ૧૫ કરોડથી વધુ લોકો ગરીબીમાં ધકેલાઇ જશેઃ વિશ્વબેન્ક

Charotar Sandesh

મૂળ ભરૂચના વતની માતા, પુત્ર અને પુત્રી ઇંગ્લેન્ડની ચૂંટણીમાં વિજેતા બન્યા…

Charotar Sandesh

ટીમ ૨ જૂનના રોજ દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ પોતાનો પ્રથમ મેચ રમશે બાંગ્લાદેશે વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ટીમની જાહેરાત કરી

Charotar Sandesh