આ વર્ષે ૨૨ જાન્યુઆરીએ PM નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર (ayodhya ram mandir)ની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, ભક્તો વર્ષોથી રામલલ્લાને ભવ્ય મંદિર(ayodhya ram mandir)માં જોવા આતુર હતા લાંબી પ્રતિક્ષાનો અંત આવતા ભક્તો ભાવવિભોર બની મોટી સંખ્યામાં દર્શન કરવા પહોચી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર(ayodhya ram mandir)ના મહાસચિવ ચંપત રાયે પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં કેટલા ભક્તો આવ્યા તેની માહિતી આપી હતી. અત્યાર સુધીમાં આ આંકડો દોઢ કરોડે પહોંચી ચુક્યો છે.
ચંપત રાયે જણાવ્યુ હતુ કે (ayodhya ram mandir) એક લાખથી વધારે ભક્તો દરરોજા દર્શનનો લ્હાવો લેવા રામ દરબારમાં આવે છે. ૨૨ જાન્યુઆરીની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અત્યાર સુધીમાં ૧.૫ કરોડ લોકો રામ લલ્લા(ayodhya ram mandir)ના દર્શન કરવા પહોંચે છે. પ્રાણ પ્રતિષ્ઠાને ત્રણ મહિના પૂર્ણ થઈ ગયા છે. હજુ તો મંદિરનો ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર જ તૈયાર થઈ રહ્યો છે. પહેલા ફ્લોરનું કામ થઈ રહ્યુ છે. મંદિરની ચારેબાજુ ૧૪ ફૂટ ઉંચી સુરક્ષા દિવાલ બનાવી લેવામાં આવી છે.
આ દિવાલને મંદિર(ayodhya ram mandir)ના પરકોટા કહેવામાં આવે છે. આ મંદિર ત્રણ માળનું હશે. દરેક માળની ઊંચાઈ ૨૦- ૨૦ ફૂટ હશે. રામ મંદિર કુલ ૨.૭ એકરમાં બની રહ્યું છે. તેની ઊંચાઈ અંદાજે ૧૬૧ ફૂટ હશે. (ayodhya ram mandir) મંદિર નિર્માણ અને અન્ય પ્રોજેક્ટમાં વધુ સમય લાગી શકે છે.
Other News : ચૂંટણી માહોલ જામશે : રાજ્યમાં હવે ઉનાળાના આકરા તાપ વચ્ચે રાષ્ટ્રીય નેતાઓ પ્રચારમાં ગરમી લાવશે