Charotar Sandesh
ગુજરાત

ધો.૧૦ના રિપીટર ૨.૯૮ લાખ વિદ્યાર્થીમાંથી માત્ર ૩૦ હજાર જ પાસ થયા

ધોરણ ૧૦ના રિપીટર વિદ્યાર્થીઓ

અમદાવાદ : કોરોનાની મહામારીમાં સૌથી વધારે અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર થઈ છે. મહામારીને કારણે ઘણા સમયથી શાળા-કોલેજો બંધ હતી. ધોરણ ૧૦-૧૨ના રેગ્યુલર વિદ્યાર્થીઓને સરકારે આખરે માસ પ્રમોશન આપ્યું હતું. તેમની પરીક્ષા કોરોનાને કારણે રદ કરવામાં આવી હતી, પરંતુ સરકારે ધોરણ ૧૦ -૧૨ના રિપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું નહોતું, જેથી તેમણે પણ માસ પ્રમોશનની માગ કરી હતી અને આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી હતી.

જોકે કોર્ટે પણ પરીક્ષા લેવા માટે છૂટ આપી હતી, જેથી ૧૫ જુલાઈએ રિપીટર્સની પરીક્ષા યોજવામાં આવી હતી

૨૩ ઓગસ્ટ સોમવારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે ધોરણ ૧૦ના રિપીટરોનું પરિણામ જાહેર થઈ ગયું છે. બોર્ડની વેબસાઈટ www.gseb.org પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે, જ્યારે માર્કશીટ માટે બોર્ડ નવી તારીખ જાહેર કરશે. ધોરણ ૧૦ના કુલ ૩ લાખ ૨૬ હજાર ૫૦૫ રિપીટર વિદ્યાર્થીએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં હતાં. તેમાંથી ૨ લાખ ૯૮ હજાર ૮૧૭ રિપીટર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર ૩૦ હજાર ૧૨ વિદ્યાર્થી પાસ થયા છે. ધોરણ ૧૦ના રિપીટર વિદ્યાર્થીઓનું માત્ર ૧૦.૦૪ ટકા જ પરિણામ આવ્યું છે. ધોરણ ૧૦માં ૯૫ હજાર ૬૯૬ વિદ્યાર્થિની અને ૨ લાખ ૩ હજાર ૧૨૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. એમાં ૧૨ હજાર ૨૦૧ વિદ્યાર્થિની અને ૧૭ હજાર ૮૧૧ વિદ્યાર્થી પાસ થયાં છે.

આ પરીક્ષામાં ૧૨.૭૫ ટકા વિદ્યાર્થિનીઓ, જ્યારે ૮.૦૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થયાં છે, એટલે કે કુલ પરિણામ માત્ર ૧૦.૦૪ ટકા જ આવ્યું છે. ૧૯૧ ઉમેદવારને ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે. ૬ દિવસ પહેલાં જાહેર થયેલા ૧૨ સાયન્સના રિપીટર્સનું માત્ર ૧૫ ટકા જ પરિણામ આવ્યું હતું. ૧૨ સાયન્સના કુલ ૩૦૩૪૩ વિદ્યાર્થીએ જ પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર ૪૬૪૯ વિદ્યાર્થી જ પાસ થયા હતા. A ગ્રુપમાં ૭૭૭૭ વિદ્યાર્થીને પરીક્ષા આપી હતી, જેની સામે ૧૧૩૦ વિદ્યાર્થી પાસ થયા છે. જ્યારે A ગ્રુપમાં ૧૪૨૫માંથી ૨૯૭ વિદ્યાર્થિની પાસ થઈ છે. મ્ ગ્રુપમાં ૯૫૫૪માંથી ૧૧૫૧ વિદ્યાર્થી જ પાસ થયા છે, જ્યારે B ગ્રુપની ૧૧૫૭૮ વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી. એમાંથી ૨૦૭૧ વિદ્યાર્થિની પાસ થઈ છે. AB ગ્રુપના ૬ વિદ્યાર્થી અને ૩ વિદ્યાર્થિની હતી, જેમાંથી એકપણ પાસ થયા નથી .મ્ કરતાં છ ગ્રુપનું પરિણામ વધુ છે.

વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ આપવામાં આવ્યો છે, જેમાં પાસ થનારાની સંખ્યા માત્ર ૯ છે

ધોરણ ૧૨ સાયન્સમાં એક લાખ ૭ હજાર ૨૬૪ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વખત ૧૦૦ ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં ૩૨૪૫ વિદ્યાર્થીએ છ૧ ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ૧૫ હજાર ૨૮૪ વિદ્યાર્થીએ છ૨ ગ્રેડ મેળવ્યો છે. છ ગ્રુપમાં ૪૬૬ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે, જ્યારે મ્ ગ્રુપમાં ૬૫૭ વિદ્યાર્થીએ ૯૯ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં ૧૦૯ વિદ્યાર્થી અને અમદાવાદ ગ્રામ્યમાં ૭૩ વિદ્યાર્થીએ A૧ ગ્રેડ મેળવ્યો છે. સૌથી વધુ ૨૬,૮૩૧ વિદ્યાર્થીએ B૨ ગ્રેડ મેળવ્યો છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ ૮૯ હજાર ૧૦૬ રિપીટર વિદ્યાર્થીઓથી ૭૮ હજાર ૨૧૫ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. એમાં ૧૯ હજાર ૩૨ વિદ્યાર્થી પાસ થયા હતા.

જ્યારે વિદ્યાર્થિનીઓની વાત કરીએ તો… ૪૦ હજાર ૭૨૭ વિદ્યાર્થિનીમાંથી ૩૫ હજાર ૪૩૯ વિદ્યાર્થિનીએ પરીક્ષા આપી હતી, જેમાં ૧૨ હજાર ૫૬૪ વિદ્યાર્થિની પાસ થઈ હતી, જેની ટકાવારી જોઈએ તો ૩૫.૪૫ ટકા છે. જ્યારે વિદ્યાર્થીઓમાં ૨૪.૩૧ ટકા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે, એટલે કે વિદ્યાર્થિનીઓ વધુ સંખ્યામાં પાસ થઈ છે. ૨૦ ટકા પાસિંગ ધોરણનો લાભ મેળવી પાસ થનારા વિદ્યાર્થીઓ પણ ૧૧૩ છે.

Other News : કાબુલથી ભારત આવેલા લોકોમાં કોરોના પોઝિટિવ આવતા ક્વોરન્ટીન કરાયા

Related posts

ગુજરાતમાં છ નવા કોરોના પોઝીટીવ, કુલ 53 થયા : ઈન્કયુબેશન પીરીયડ શરૂ : એક સપ્તાહ નિર્ણાયક…

Charotar Sandesh

મુખ્યમંત્રીએ કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યું…

Charotar Sandesh

રાજ્યમાં પેટ્રોલના ભાવ રૂ.૮૦ને પાર ત્યારે ડીઝલના ભાવ રૂ.૮૦ની નજીક…

Charotar Sandesh