Charotar Sandesh
બોલિવૂડ

પરિણીતીને મળી વધુ એક મોટી ફિલ્મ ઊંચાઈ મળી

પરિણીતી ચોપડા

મુંબઈ : પરિણીતી ચોપડાએ લોકડાઉન અને કોરોના કાળમાં ત્રણ ફિલ્મો આપી છે. જે દર્શકોને ગમી પણ છે. ધ ગર્લ ઓન ધ ટ્રેન, સંદિપ ઓૈર પિન્કી ફરાર તથા સાઇના નામની તેની ફિલ્મોમાં તેનો અભિનય ખુબ વખાણાયો હતો. હવે તે સૂરજ બડજાત્યાની ફિલ્મ માટે પસંદ થઇ છે.

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ડેની ડેંગ્ઝોપ્પા તથા બોમન ઇરાની અને અનુપમ ખેર જેવા મોટા ગજાના કલાકારો છે. પરિણીતી સાથે સારિકા અને નીના ગુપ્તા પણ ખાસ ભુમિકામાં જોવા મળશે. ચાર મિત્રોની આ ફિલ્મમાં કહાની હશે. હમ આપકે હૈ કૌન, હમ સાથ સાથ હૈ જેવા ફેમિલી ડ્રામા માટે જાણીતા આ નિર્દેશક સૂરજ ’ઊંચાઇ’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે અને તેની તૈયારી શરૂ થઇ ચુકી છે. રાજશ્રી પ્રોડકશનની આ ફિલ્મના શુટીંગ માટે સૂરજ તાજેતરમાં નેપાળની મુલાકાતે ગયા હતાં. જ્યાં તેણે કેટલાક લોકેશન્સ પસંદ કર્યા છે. મુંબઇ અને દિલ્હીમાં પણ ફિલ્મનું શુટીંગ.

Other News : શિલ્પાએ ઇન્સ્ટાગ્રામ પર કાર્લ બાર્ડસના પુસ્તકનો એક ફકરો શેર કર્યો

Related posts

અભિનેત્રી રવિના ટંડન કેજીએફ-૨ના શૂટિંગ પહેલાં કોરોના ટેસ્ટ કરાવ્યો…

Charotar Sandesh

કેરિયર ડૂબી ના જાય તે માટે લગ્નની વાત છૂપાવી રાખી હતી : જૂહી ચાવલા

Charotar Sandesh

મલાઇકાથી અલગ થવું એક માત્ર રસ્તો હતોઃ અરબાઝ ખાન

Charotar Sandesh