મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની સાંસ્કૃતિક કેન્દ્ર ભાલેજ ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી
પાટીદાર સમાજની મહિલાઓ માટે અલગ વિંગની સ્થાપના કરી ઉભા થતાં પ્રશ્નોનો સરળતાથી હલ કરાશે
આણંદ : મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજની સાંસ્કૃતિક કેન્દ્ર ભાલેજ ખાતે ચિંતન શિબિર યોજાઈ હતી, જેમાં કેટલાક મહત્ત્વનો નિર્ણયો લેવાયા હતા. હાલ સમાજમાં દિકરીઓની અછત વર્તાય છે તેવા સંજોગોમાં સમાજે ઘણી ઊંડાણપૂર્વક વડીલો દ્વારા તપાસ કર્યા બાદ એવા નિષ્ક્રર્ય આવી છે જે આપણા જ પાટીદારો વર્ષોથી જે ગુજરાત બહાર વસેલા છે તેઓ સાથે મળી અને ત્યાંની દિકરીઓ ગુજરાતમાં પરણીને લાવવાની એક પહેલ કરવા જઈ રહ્યું છે તેને માટે સંપર્ક ટીમ બનાવી દીધી છે, રચના કરી દેવાઈ છે અને શરૂઆત મધ્યપ્રદેશથી કરવામાં આવી છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં સંપર્ક કરી આગળ જે જે રાજ્યોમાં પાટીદારો વસતા હશે ત્યાં જઈ ત્યાં આગેવાનોને મળી ત્યાંથી દીકરા દીકરીને સંપર્ક કરી જોડવામાં આવનાર છે.
મધ્ય ગુજરાત સમસ્ત પાટીદાર સમાજના કોઈપણ દિકરા દિકરીને ભણવા માટે નાણાંની કોઈપણ તકલીફ નહીં પડે એડમિશનથી લઈ ડિગ્રી સુધીની કોઈપણ જવાબદારી સમાજ દ્વારા લેવામાં આવશે
કાર્યક્રમનું સંચાલન બાવીસ ગામ સમાજના હિતેશભાઈ પટેલ દ્વારા કરાયું અને પુર્ણાહુતી અતુલભાઈ દ્વારા કરાઈ
આ યોજાયેલ શિબિરમાં સાંસદ મિતેશ પટેલ, વણસોલ સત્તાવીસના ભીખુભાઈ પટેલ, મનીશભાઈ પટેલ અને અક્ષયભાઈ પટેલ, બાવીસ ગામ ચરોતર લેઉઆ પાટીદારના જયપ્રકાશ પટેલ અને હિતેશભાઈ પટેલ, ૨૯ ગામના મહેન્દ્રભાઈ, પાંચ ગામના સંદીપભાઈ પટેલ, છ ગામ સમાજના કીન્ટુભાઈ દેસાઈ અને આશીકભાઈ દેસાઈ, ૨૪ ગામના હિતેન્દ્રભાઈ વગેરે અગ્રણીઓ પોતાના અનુભવોની ચર્ચા કરી એકમત સાથે નક્કી કર્યું હતું.
Other News : આણંદ શહેરના કેટલાંક માર્ગો વન-વે કરાયા : આ હુકમનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે, જુઓ વિગત