Charotar Sandesh
ઈન્ડિયા ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-મહેસાણામાં રહેતા પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લોકોને ભારતની નાગરિકતા મળશે, જુઓ

ભારતીય નાગરિકતા

નવીદિલ્હી : ગુજરાતની ચૂંટણી પહેલાં BJPની કેન્દ્ર સરકારે મોટો દાવ લગાવ્યો છે. કેન્દ્ર સરકાર અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવીને ગુજરાતના બે જિલ્લા- આણંદ અને મહેસાણામાં રહેતા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને ભારતીય નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદો 1955 હેઠળ નાગરિકતા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિવાદાસ્પદ નાગરિકતા સંશોધન અધિનિયમ ૨૦૧૯ (CAA) હેઠળ નહીં. સીએએમાં Pakistan, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા હિન્દુ, શીખ, બુદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા આપવાની જોગવાઈ પણ છે, પરંતુ આ અધિનિયમ હેઠળ સરકારે હજી સુધી નિયમો બનાવ્યા નથી, તેથી અત્યારસુધી એ હેઠળ કોઈને નાગરિકતા આપી શકાતી નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા Notification મુજબ, ગુજરાતના આણંદ અને મહેસાણા જિલ્લામાં રહેતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ના કલમ ૬ અને નાગરિકતા નિયમો, ૨૦૦૯ની જોગવાઈઓ હેઠળ ભારતના નાગરિક તરીકે નોંધણી કરાવવાની મંજૂરી મળશે અથવા નાગરિકતા આપવામાં આવશે. ગુજરાતના બે જિલ્લામાં રહેતા આવા લોકોએ તેમની અરજીઓ online સબ્મિટ કરવાની રહેશે, ત્યાર બાદ કલેક્ટર જિલ્લા સ્તરે એનું વેરિફિકેશન કરાશે.

Notification મુજબ કલેક્ટર અરજી સાથે તેમનો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલશે

નોટિફિકેશન મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પછી સંતુષ્ટ થવા પર Collector ભારતીય નાગરિકતા આપશે અને એના માટે પ્રમાણપત્ર આપશે. કલેક્ટર દ્વારા ઓનલાઈન તેમજ ભૌતિક રજિસ્ટર જાળવવામાં આવશે, જેમાં ભારતના નાગરિક તરીકે નોંધાયેલી વ્યક્તિઓની વિગતો હશે અને એની એક નકલ કેન્દ્ર સરકારને આવા રજિસ્ટ્રેશનના 7 દિવસની અંદર મોકલવામાં આવશે.

Other News : મોરબી દુર્ઘટના પર પીએમ મોદીએ કહ્યું, હું એકતાનગરમાં છું પણ મારું મન મોરબીના પિડીતો સાથે જોડાયેલું છે

Related posts

ઉત્તરપ્રદેશનો કુખ્યાત ગેંગસ્ટર વિકાસ દુબે ઉજજૈનમાંથી ઝડપાયો…

Charotar Sandesh

અમિત શાહ રવિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે…

Charotar Sandesh

કોંગ્રેસના ઉમેદવાર કાંતિ સોઢાના ગામ વાંસખીલીયામાં સૌથી વધુ ૮૩.૪૯ ટકા મતદાન, જાણો રાજકીય પંડિતોનું આંકલન

Charotar Sandesh