ગાંધીનગર : રાજ્યમાં લોકરક્ષક દળની ભરતીમાં શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરાયું છે, હાલ PSI અને LRDની ભરતી ચાલી રહી છે, જેની શારીરિક કસોટી ૨૯મી જાન્યુઆરી ૨૦૨૨એ જ પૂર્ણ થઈ છે. ત્યારે હવે આ શારીરિક કસોટીનું પરિણામ જાહેર થઇ ચૂક્યું છે. જેમાં ૨.૯૪ લાખ ઉમેદવારો ઉતિર્ણ થયા છે. lrdgujarat2021.in પર ક્લિક કરીને જાણો પરિણામ.
આ પરીક્ષા માટે ૮.૮૬ ઉમેદવારોએ અરજી કરી છે, જ્યારે ૬.૫૬ ઉમેદવારોએ શારીરિક પરીક્ષા આપી હતી
વધુમાં જો કોઇ ઉમેદવારને શારીરિક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, ગાંધીનગર અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી મોકલી આપવાની રહેશે. આ તારીખ પછી મળેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
શારીરિક કસોટી પ્રક્રિયામાં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારોની નિયમ મુજબ લેખિત પરી ૧૦ એપ્રિલના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવેલું છે. પરીક્ષાને લગતી વિગતવારની સૂચનાઓ હવે પછી લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે.
Other News : નડિયાદની બ્રેઈનડેડ મહિલાના અંગો અન્ય વ્યક્તિઓને જીવાડશે : ગ્રીન કોરિડોરથી સુરત લઈ જવાશે