પૂજા-અર્ચન કર્યાં બાદ પાવાગઢ મંદિરમાં પીએમ મોદીના હસ્તે ધ્વજારોહણ કરાશે
આ ધ્વજારોહણની સાથે પાવાગઢ યાત્રાધામનો ગૌરવવંતો ઇતિહાસ જોડાયેલ છે
પાવાગઢ : PM નરેન્દ્ર મોદી ૧૭ અને ૧૮ જૂને ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે ૧૮મી જૂનના રોજ સવારે લગભગ ૯ઃ૧૫ વાગ્યે,વડાપ્રધાન પાવાગઢ ઉપર શ્રી કાલિકા માતાના પુનઃવિકસિત મંદિરની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે, જે પછી લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે વિરાસત વનની મુલાકાત લેશે.
વડાપ્રધાન મોદી તેમની માતા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે ઘરે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા
પીએમ મોદીના મા હીરાબાના ૧૦૦મા જન્મદિવસ નિમિત્તે તેઓએ સવારે ૬.૩૦ વાગ્યે ગાંધીનગરના રાયસણ સ્થિત ઘરે માના આશીર્વાદ લીધા હતા, પીએમ મોદી પોતાની માતા માટે ૧૦૦ વર્ષના જન્મદિને ખાસ ભેટ લઈને પહોંચ્યા હતા. હીરાબાને લાડુ ખવડાવી મોં મીઠુ કરી, પોતાની માતાનાં ચરણ ધોઈને માતૃવંદના કરી આશીર્વાદ લીધેલ હતા.
ત્યારબાદ લગભગ ૧૨ઃ૩૦ વાગ્યે, તેઓ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લેવાના છે, જ્યાં તેઓ રૂ. ૨૧,૦૦૦ કરોડથી
વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન આવાસ યોજના હેઠળ, કુલ ૧.૩૮ લાખ મકાનો પ્રધાનમંત્રી દ્વારા સમર્પિત કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારોમાં આશરે રૂ. ૧,૮૦૦ કરોડના મકાનો અને ગ્રામીણ વિસ્તારોમાં રૂ. ૧,૫૩૦ કરોડથી વધુની કિંમતના મકાનોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૩૧૦ કરોડ રૂપિયાથી વધુની કિંમતના લગભગ ૩૦૦૦ ઘરોના ખાત મુહૂર્ત પણ કરવામાં આવશે.
Other News : ૧૮ જૂને હીરાબાના ૧૦૦માં જન્મદિવસ નિમિત્તે વડનગરમાં દિવાળી જેવો માહોલ : ધાર્મિક કાર્યક્રમો યોજાશે