Charotar Sandesh
ઈન્ડિયા

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મારા પ્રિય મિત્ર શિન્ઝો આબેના નિધનથી હું સ્તબ્ધ છું

વડાપ્રધાન શિન્ઝો આબે (Shinzo Abe)

હાલમાં જ જાપાન પ્રવાસ દરમ્યાન અમારી મુલાકાત થઈ હતી : વડાપ્રધાન મોદી

ન્યુ દિલ્હી : જાપાન દેશના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબે (Shinzo Abe)ની હત્યા કરવામાં આવી છે, આજે શુક્રવારે સવારે નારા શહેરમાં તેમના પર ઈલેક્શન પ્રચાર દરમ્યાન ફાયરિંગ કરાયું હતું, જે બાદ ૬ કલાકની સારવાર બાદ તેઓનું નિધન થયેલ છે.

જાપાના પૂર્વ વડાપ્રધાન આબેના સન્માનમાં ૯મી જુલાઈએ ભારતમાં રાષ્ટ્રીય શોક યોજાશે

આ બાબતે પીએમ મોદીએ આબે (Shinzo Abe) ના નિધન પર દુઃખ વ્યક્ત કરેલ છે, તેઓએ જણાવેલ કે, ભારત તેમજ જાપાનના સંબંધો અને વૈશ્વિક ભાગીદારીમાં શિન્ઝો આબે (Shinzo Abe) એ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવેલ હતી, તેઓના નિધનના સમાચારથી ભારતમાં શોકનો માહોલ છે. જેને લઈ આવતીકાલે શનિવારે ૯ જુલાઈના રોજ રાષ્ટ્રીય શોકની પણ જાહેરાત કરાઈ છે. પીએમ નરેન્દ્ર મોદીએ ટોકિયોમાં થયેલી તાજેતરની પ્રવાસ મુલાકાતની તસ્વીર શેર કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

Other News : જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની હત્યા : હુમલાખોરે કેમેરા જેવી ગનથી કર્યું ફાયરિંગ, ધરપકડ

Related posts

પુત્રની કુલ આવકમાં તેના માતા-પિતા પણ હિસ્સેદાર છે : સુપ્રિમ કોર્ટ

Charotar Sandesh

મહારાષ્ટ્ર સરકારની ચીનને મોટી લપડાક, ૫૦૦૦ કરોડના કરાર પર લગાવી બ્રેક…

Charotar Sandesh

ઉદયપુરમાં કનૈયાલાલની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનો રેલી કાઢી : અનેક જિલ્લાઓમાં બંધનું એલાન

Charotar Sandesh