Charotar Sandesh
ગુજરાત

પીએમ મોદીએ ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ ખાતે ૮૨૦૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હુત

વડાપ્રધાન મોદી

આજે ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગર સહિતના શહેરોમાં કરોડોના વિકાસ કાર્યો જાહેર કરશે

ભરૂચ : વડાપ્રધાન મોદી (pm narendra modi) ગઇકાલથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, ત્યારે આજે બીજા દિવસે ભરૂચના આમોદમાં ૮ હજાર ૨૦૦ કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે, જે બાદ તેઓ આણંદના વિદ્યાનગર ખાતે જંગી જન સભાને સંબોધન કરશે.

પીએમ નરેન્દ્ર મોદી (pm narendra modi) એ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તેમજ આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરેલ છે, જેમાં રૂપિયા ૮૨૦૦ કરોડના પ્રોજેક્ટની ભેટ અપાઈ છે, વડાપ્રધાન મોદી (pm narendra modi) એ જંબુસરમાં ૨ હજાર ૫૦૬ કરોડના ખર્ચે તૈયાર કરાયેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત તેમજ દહેજમાં ૫૫૮ કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત આ સાથે ૧૦૦ કરોડના ખર્ચે બનનાર અંકલેશ્વર એરપોર્ટના ફેઝ-૧ અને ભરૂચ ભૂગર્ભ ડ્રેનેજ તેમજ STP પ્લાન્ટનું ખાતમુહૂર્ત કર્યું છે.

Advertisement

Other News : તા.૧૦મીના રોજ શહેર-તાલુકાના આ કેટલાંક માર્ગો પર વાહનોની અવર-જવર કરવા પર પ્રતિબંધ, જુઓ વિગત

Related posts

Lockdown 4.0 : ગુજરાતમાં ૧૫ મે બાદ કોરોના ગાઇડલાઇન્‍સ સાથે હળવું થઈ શકે છે લોકડાઉન…

Charotar Sandesh

ચોટીલામાં માનવ મહેરામણ : ચામુંડા માતાજીના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર, હાઇવે પર ટ્રાફિક જામ

Charotar Sandesh

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ…

Charotar Sandesh