Charotar Sandesh
ઈન્ડિયા

PM મોદીએ કહ્યું – ૧૦૦ કરોડ વેક્સિનના ડોઝ એક આંકડો નથી, એક નવા અધ્યાયની શરૂઆત છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

જ્યારે મહામારી આવી ત્યારે સવાલ ઊભા થતા હતા કે ભારત કેવી રીતે લડશે, ૧૦૦ કરોડ વેક્સિનના ડોઝ એનો જવાબ છે : વડાપ્રધાન

નવીદિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૨૧ ઓક્ટોબરે ભારતે ૧ અબજ, ૧૦૦ કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સિદ્ધિ પાછળ ૧૩૦ કરોડો દેશવાસીઓની કર્તવ્યશક્તિ લાગેલી છે, તેથી આ સફળતા ભારતની સફળતા છે, દરેક દેશવાસીની સફળતા છે. હું આ માટે તમામ દેશવાસીઓને અભિનંદન આપું છું.

નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત કરતાં કહ્યું હતું કે ’જયો મેં સબ્ય આહતમ… જો આપણે તેને ભારતના સંદર્ભમાં જોઈએ તો આપણા દેશે એક તરફ ફરજ બજાવી છે. એનું પાલન કરવામાં આવ્યું તો મોટી સફળતા મળી. ગઈકાલે જ ભારતે ૧૦૦ કરોડ વેક્સિનના ડોઝનું મુશ્કેલ, પરંતુ અસાધારણ લક્ષ્ય હાંસલ કર્યું. આ દરેક દેશવાસીની સફળતા છે. આ માત્ર એક આંકડો નથી, એ દેશની તાકાતનું પ્રતિબિંબ છે. આ એક નવા ભારતનું ચિત્ર છે, જે અઘરું લક્ષ્ય પણ હાંસલ કરવા માગે છે.

તેમણે કહ્યું હતું કે ભારતના આ પ્રયત્નની વિશ્વમાં પ્રશંસા થઈ રહી છે, જોકે એક વાત રહી જાય છે કે વિશ્વ માટે વેક્સિન શોધવી અને વિશ્વની મદદ કરવી. એમાં અન્ય દેશો એક્સપર્ટ છે. આપણે તેમણે બનાવેલી વેક્સિનનો જ ઉપયોગ કર્યો. જ્યારે ભારતમાં સદીની સૌથી મોટી મહામારી આવી તો સવાલ એ ઊઠ્‌યો કે ભારત એની સામે લડી શકશે? વેક્સિનને ખરીદવાના પૈસા ક્યાંથી આવશે. શું ભારત આટલા લોકોને રસી આપી શકશે ? આવા અલગ-અલગ પ્રકારના સવાલો હતા, જોકે આજે ૧૦૦ કરોડ વેક્સિનના ડોઝ બધાના જવાબ આપી રહ્યા છે. ભારતે ૧૦૦ કરોડ વેક્સિન ડોઝ લગાવ્યા છે અને એ પણ ફ્રીમાં.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતને જે ફાર્મા હબની ઓળખ મળી છે એનાથી મજબૂતી મળશે. કોરોના મહામારીની શરૂઆતમાં એવી પણ આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી હતી ભારત જેવા દેશમાં આ મહામારી સામે લડવું મુશ્કેલ બનશે.

Other News : ભારત આવતા તમામ પ્રવાસીઓને નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત રજુ કરવો પડશે, વાંચો વિગત

Related posts

જો જરૂર પડશે તો સેના કોઇપણ પગલુ ઉઠાવવા માટે તૈયારઃ આર્મી ચીફ

Charotar Sandesh

દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ : સવારે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી…

Charotar Sandesh