Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ઓવરટેક મામલે બાઈકચાલક પર હુમલો કરતા આણંદ MLAના બંને દિકરાઓ સામે પોલિસે ગુનો નોંધ્યો

ઓવરટેક બાબતે ઝઘડો

આણંદ : વાંસખીલીયા ગામે રહેતા દંપતિ બાઈક ચાલક તેમજ આણંદ ધારાસભ્યના દીકરાઓની રણજીતસિંહ-મહેન્દ્રસિંહ વચ્ચે ઓવરટેક બાબતે ઝઘડો થવા પામેલ, દરમ્યાન બંને પુત્રોએ બાઈક ચાલકને લાકડીથી માર મારી લોહીલુહાણ કરી દીધેલ, આ હુમલામાં ગંભીર ઘવાયેલ બાઈક ચાલકને સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. આ અંગે બંને પુત્રો સામે ફરિયાદ દાખલ થતાં આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ઘવાયેલ બાઈક ચાલકને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસખીલીયા ગામના જગદીશભાઈ પટેલ અને તેમના પત્ની કપિલાબેન પોતાનું ટુ વ્હીલર લઈને નાવલી દવાખાને જતા હતા, દરમ્યાન તેમની પાછળ ધારાસભ્યનો દીકરો રણજીતભાઈ પરમાર કાર લઈને આવતા હોય ઓવરટેક કરવાની જગ્યા મળેલ નહીં, દરમ્યાન આગળ અંધારીયા ચોકડી આવતાં જ તેમને ઉભા રાખેલ, અને લાકડી લઈ આવેલ, પાછળ તેમનો ભાઈ મહેન્દ્ર પણ આવી પહોંચેલ, જે બાદ બોલાચાલી થતા તેઓએ બાઈકચાલકને લાકડીથી તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે ચાલકના પત્ની કપિલાબેન વચ્ચે પડેલ તો તેમના વાળ પકડી ગડદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જે બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી તેઓ ત્યાંથી જતા રહેલ. દરમ્યાન ઘવાયેલ બાઈક ચાલકને તુરંત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.

આ અંગે બાઈક ચાલક જગદીશભાઈ એ આણંદ ગ્રામ્ય પોલીસ મથકે રણજીતસિંહ, મહેન્દ્રસિંહ તેમજ તેઓના ડ્રાઈવર સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Other News : નંદેસરી વિસ્તારમાં કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ : ધડાકા ૧૫ કિ.મી. સુધી અનુભવાયા : ૮ ઈજાગ્રસ્ત સારવાર હેઠળ

Related posts

આણંદ શહેરમાં યુવકે બે માસૂમ દીકરીઓની હત્યા કરી પોતે ગળેફાંસો ખાઈ લેતાં ચકચાર…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં વિવિધ તાલુકાના કાચા માર્ગોમાંથી ડામર રોડ બનાવવા માટે રૂ. ૧૨ કરોડ મંજૂર કરાયા…

Charotar Sandesh

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, આજે રાજ્યમાં ૨૨૭૦ નવા કેસ, આણંદ જિલ્લામાં નવા ૧૭ કેસો…

Charotar Sandesh