Charotar Sandesh
ગુજરાત

લઠ્ઠાકાંડને લઈ રાજકારણ ગરમાયું : દિલ્હીના CM કેજરીવાલ આજે ભાવનગરની હોસ્પિટલની મુલાકાત લેશે

CM અરવિંદ કેજરીવાલ

ભાવનગર : બોટાદ જિલ્લાના બરવાળાના રોજિદ ગામે લઠ્ઠાકાંડ (lathakand) ને લીધે મોતનું તાંડવ થયું છે, જેમાં ઝેરી દારૂ પીવાથી ૩૧ લોકોનાં મૃત્યુ થયા છે, આ સાથે ૩૦ વધારે વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે, જેમા અમુકની હાલત ગંભીર છે.

આ ઘટનાને લઈ રાજકારણ ગરમાયું છે અને વિરોધ પક્ષ દ્વારા આકરા પ્રહારો કરાઈ રહ્યા છે

ત્યારે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાતે લેશે. જેને પગલે તેઓએ કેજરીવાલે દુઃખની લાગણી વ્યક્ત કરતાં જણાવેલ કે, તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમજ આ દુઃખની ઘડીમાં કુટુંબીજનોના પરિવારને સંવેદના વ્યક્ત કરવા માટે હું ભાવનગરમાં હોસ્પિટલની મુલાકાત લઈશ. આ સાથે દિલ્હીનાCM કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે, જેઓએ આ ઘટનાને લઈ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે.

બીજી તરફ કોંગ્રેસે પણ રાજ્ય સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે, જેમાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવેલ કે, આ ઘટના અત્યંંત દુઃખદ છે, ભ્રષ્ટાચારી ભાજપ સરકારમાં ગામથી ગાંધીનગર સુધી હપ્તા રાજ ચાલતું હોવાને કારણે ખુલ્લેઆમ દારૂ, નશીલા પદાર્થ વેચાઈ રહ્યા છે, જે યુવાધનને બરબાદ થઈ રહ્યું છે.

Other News : કથિત લઠ્ઠાકાંડથી મોતનું તાંડવ : ઝેરી દેશી દારૂ પીવાથી ૩૧ના મોત, રોજીદ ગામમાં માતમ છવાયો

Related posts

રાજ્યમાં વધતો કોરોના : આજે ૧૦ હજારથી વધુ કેસો : આણંદ જિલ્લામાં ૯૧ કેસો નોંધાયા…

Charotar Sandesh

શ્રેય અગ્નિકાંડ : ૩ દિવસ બાદ પણ એફઆઈઆર નહીં, કોને બચાવવા થઈ રહ્યા છે પ્રયાસ : કોંગ્રેસનાં સવાલો

Charotar Sandesh

ગુજરાતમાંથી બે મહિનામાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ૧૨૯થી વધુ નકલી ડૉક્ટર ઝડપાયા…

Charotar Sandesh