Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

પદ્મવિભુષણથી સન્માનિત પૂ સચ્ચિદાનંદજી સ્વામીને વડતાલ મંદિરના અને આચાર્ય મહારાજે અભિનંદન પાઠવ્યા

તીર્થધામ વડતાલ

વડતાલ : વિશ્વ પ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મુકામે વિચાર ક્રાંતિના પ્રણેતા પૂ સચ્ચિદાનંદજી સ્વામી દેવ દર્શન માટે પધાર્યા ત્યારે રાષ્ટ્રીય સન્માન પદ્મવિભૂષણ મેળવવા બદલ અભિવાદન કરવામાં આવ્યું.

વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પ પૂ ૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેનશ્રી દેવપ્રકાશદાસજી સ્વામી , મુખ્યકોઠારી ડો. સંત સ્વામી, પૂ નૌતમ સ્વામી, પૂ શુકદેવ સ્વામી, પુ ગોવિંદ સ્વામી, શ્યામ સ્વામી વગેરે સંતોએ હાર સાલ પુસ્તકો અર્પણ કરીને સન્માન કરેલુ. દેશ વિદેશ પરિભ્રમણ અને અનુભૂતિ સાથે ૧૩૪ જેટલા પુસ્તકોનું સર્જન, ચાર પુસ્તકોનું સંપાદન અને ભક્તિનિકેતન આશ્રમમાં રહિને અનેક સેવાકાર્યોના પ્રેરણામૂર્તિ બનેલા પૂજ્ય સ્વામીના રાષ્ટ્રીય સન્માનથી યોગ્ય પ્રતિભાના સન્માનનો સંતોષ મળ્યો છે.

પૂ સ્વામીજીએ જણાવ્યું હતું કે , માત્ર મારૂ નહિ સાધુ સમાજનું સન્માન છે. સદ્વિચારોનું સન્માન છે. જાગૃત પ્રબુદ્ધ નાગરિક તૈયાર કરવા , એ આપણુ કર્તવ્ય છે.

વડતાલ મંદિરમાં દર્શન કરીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું છે.

Other News : આણંદ જિલ્લા પોલીસ જાહેર જનતાજોગ : સોશિયલ મિડીયા ઉપર મુકાતી ભડકાઉ પોસ્ટ ઉપર રહેશે બાજ નજર

Related posts

આણંદ જીલ્લામાં કોરોનાની મહામારીએ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું : આજે નવા ૧૪ કેસો સાથે કુલ ૨૦૩

Charotar Sandesh

આણંદ : વધુ વરસાદના પગલે પાક નિષ્ફળ, શાકભાજીના ભાવો આસમાને…

Charotar Sandesh

કાનૂની સેવા સત્તા મંડળ આણંદ દ્વારા યોજાયેલ તૃતીય નેશનલ લોક અદાલતમાં ૫૦૨૧ કેસોમાં સુખદ સમાધાન

Charotar Sandesh