Charotar Sandesh
બોલિવૂડ

Pornography કેસ : શર્લિન ચોપરાને મુંબઈ પોલીસે પૂછપરછ માટે સમન્સ મોકલ્યું

શર્લિન ચોપરા (Sherlyn Chopra)

મુંબઈ : સોફ્ટપોર્ન કેસમાં એક્ટ્રેસ શર્લિન ચોપરા (Sherlyn Chopra) ને આજે એટલે કે ૬ ઓગસ્ટના રોજ સમન્સ પાઠવવામાં આવ્યું છે. આ કેસમાં શિલ્પા શેટ્ટીનો પતિ તથા બિઝનેસમેન રાજ કુંદ્રા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. શર્લિનને પ્રોપર્ટી સેલે સવારે ૧૧ વાગ્યાની આસપાસ બોલાવી છે. શર્લિન ચોપરા (Sherlyn Chopra) નો રાજ કુંદ્રાની ફર્મ આર્મ્સપ્રાઇમ મીડિયાની સાથે કોન્ટ્રેક્ટ હતો. આ કોન્ટ્રેક્ટ ભારતની બહાર કંપનીઓની કેટલીક એપ માટે પોર્ન કન્ટેન્ટ આપવાનો હતો.

શર્લિને રાજ કુંદ્રા પર અનેક આરોપો લગાવ્યા હતા. શર્લિન ચોપરા (Sherlyn Chopra) ના મતે, રાજ કુંદ્રા જ તેને એડલ્ટ ફિલ્મમાં લઈને આવ્યો હતો. રાજે તેને એડલ્ટ કન્ટેન્ટમાં કામ કરવાનું કહ્યું હતું. પહેલાં એક રોલ ઓફર કરવામાં આવ્યો હતો અને પછી એડલ્ટ કન્ટેન્ટ બનાવવાનું કહ્યું હતું. રાજે તેને હોટશોટ્‌સ એપ માટે શૂટ કરવાનું કહ્યું હતું. જોકે તેણે ના પાડી દીધી હતી.

આ પહેલાં શર્લિને એપ્રિલ, ૨૦૨૧માં રાજ વિરુદ્ધ એફઆઈઆર કરી હતી. રાજ હાલમાં ૧૪ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને કોર્ટે ૨૮ જુલાઈના રોજ જામીન આપવાનો ઈનકાર કર્યો હતો.

શર્લિને કહ્યું હતું, રાજ કુંદ્રા ૨૭ માર્ચ, ૨૦૧૯ના રોજ બિઝનેસ મીટિંગ પછી તેમની વચ્ચે મેસેજમાં ઉગ્ર દલીલો થઈ હતી અને તે જાણ કર્યા વગર તેના ઘરે આવ્યો હતો. રાજ કુંદ્રા ઘરે આવ્યો પછી તેને અચાનક જ જબરદસ્તી કિસ કરવા લાગ્યો હતો. તે સતત ના પાડતી હતી. તેણે રાજને કહ્યું હતું કે તે એક પરિણીત વ્યક્તિ સાથે સંબંધો રાખવા માગતી નથી અને બિઝનેસને એન્જોયમેન્ટ સાથે મિક્સ કરવા માગતી નથી. વધુમાં રાજે તેને એવું કહ્યું હતું કે તેના શિલ્પા સાથેના સંબંધો કોમ્પ્લિકેટેડ છે. તે ઘરમાં મોટા ભાગે સ્ટ્રેસમાં રહે છે.

મુંબઈ પોલીસના સાયબર સેલે ૨૦૨૦માં આર્મ્સપ્રાઇમ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર (ફર્સ્‌ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) હેઠળ શર્લિનને આરોપી તરીકે રજૂ કરી છે. ક્રાઇમ બ્રાંચે ૨૬ જુલાઈ, ૨૦૨૧ના રોજ પોર્ન ફિલ્મ રેકેટ કેસમાં નિવેદન આપવા માટે શર્લિન ચોપરા (Sherlyn Chopra) ને સમન્સ પાઠવ્યું હતું. જોકે તેણે બોમ્બે હાઇકોર્ટમાંથી આગોતરા જામીન લીધા હતા. જોકે હવે કોર્ટે શર્લિનના આગોતરા જામીન રદ કરી દીધા છે.

Other News : Singer હની સિંહની મુશ્કેલીઓ વધી, પત્ની શાલિની તલવારે ૧૦ કરોડ વળતરની માંગણી કરી

Related posts

મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઇ ગોડફાધર નથી : યામી ગૌતમ

Charotar Sandesh

લક્ષ્મી બોમ્બ ફિલ્મનું નામ બદલી કરાયું “લક્ષ્મી”,મુકેશ ખન્નાએ વ્યક્ત કરી ખુશી…

Charotar Sandesh

દીપિકા પાદુકોણેની ’છપાક’એ ૨૬.૫૩ કરોડની કમાણી કરી…

Charotar Sandesh