Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદથી સૌપ્રથમ ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકતા વડાપ્રધાન મોદી : કોંગ્રેસથી સતર્ક રહેવા જણાવ્યું

પીએમ નરેન્દ્ર મોદી

આણંદ કોંગ્રેસના ગઢને પરાસ્ત કરવા નરેન્દ્ર મોદીની આજે જંગી સભામાં જનમેદની ઉમટી : ભલે ક્યાંય દેખાય નહિ પણ કોંગ્રેસથી સતર્ક રહેવાની જરૂર : વડાપ્રધાન મોદીનો સંદેશ

આણંદ : પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આજે આણંદમાં પહોંચીને વડાપ્રધાન મોદી આણંદ જિલ્લા, નગરપાલિકાના વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરી જનતાને સંબોધિત કરી હતી. આણંદમાં વડાપ્રધાન મોદીએ જનતાને સંબોધતા જણાવેલ કે,મારે તમને થોડા સતર્ક કરવા છે. આ વખતે કોંગ્રેસ પોતાની નવી ચાલ ચલાવી રહી હોય તેવું મને લાગી રહ્યું છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી પરંતુ ઠંડી તાકાતથી ગામે-ગામ ગોઠવણો કરી રહ્યા છે. એમની જે જૂની ચાલાકીઓ છે.”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવેલ કે, મારા ગુજરાતની ઓળખ ફાર્મા હબ તરીકે થશે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાત વિકાસનું ઓળખ બન્યું છે. હવે વિધુત કાર ઉત્પાદનમાં પણ આપણે ડંકો વગાડવાનો છે. આપણે જે ગિફ્ટ સિટીનું સપનું જોયું છે. તે દુનિયામાં તાકાત આપવાનું કામ કરનારું છે. હું ગુજરાતના આવનારા દિવસો જોઇ રહ્યો છું. મને તમારા આશીર્વાદ જોઇએ.

Advertisement

ગુજરાતમાં ભાજપના કાર્યને લઇને પીએમ મોદીએ કહ્યું કે, ગુજરાત ભાજપ સૌનો સાથ, સૌનો વિકાસ. ગુજરાત અને ભાજપનો સંબંધ અતૂટ છે. આ સંબંધ માત્ર રાજકારણના નથી. આ તો તમારા દિલનો પ્રેમ છે, એટલે જ તમે હંમેશા કમળને ખીલતું રાખ્યું છે. ભાજપ સરકારે ગામેગામ પાકા રસ્તા બનાવ્યા, ચારેબાજુ નેશનલ હાઇવે મજબૂત કર્યા, ઘેરઘેર-ખેતરો પાણી પહોંચાડવા દિવસ-રાત કામ કર્યું છે.

Other News : પીએમ મોદીએ ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ ખાતે ૮૨૦૦ કરોડના પ્રોજેક્ટ્‌સનું કર્યું લોકાર્પણ-ખાતમુર્હુત

Related posts

શું આણંદ-ખેડા જિલ્લા વહીવટી તંત્ર વધુ એક સુરત જેવા અગ્નિકાંડની રાહ જુએ છે..?! લોકમુખે ચર્ચાતો સવાલ

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતિયોને વતન જવા કાર્યવાહીનો પ્રારંભ : ૫૩૧૬નું રજિસ્ટ્રેશન થયું…

Charotar Sandesh

આણંદ : ૧૦૮ના કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્ત દર્દીઓને રોકડ-સોનાની વસ્તુ સહીસલામત સુપ્રત કરી

Charotar Sandesh