CANADA : કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં હજારો લોકોએ કોરોનાની વેક્સિનને ફરજીયાત કરવામાં આવતા વિરોધ કર્યો છે. કેનબરામાં ૧૦ હજારથી વધુ લોકોએ રાજ્ય સરકારોને કોવિડ-૧૯ વેક્સિનેશનને ફરજિયાત બનાવતા તમામ આરોગ્ય આદેશોને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
કેનેડામાં શરૂ થયેલ ટ્રક ડ્રાઈવરોનું પ્રદર્શન વિશ્વના ઘણા ભાગોમાં ફેલાઈ ગયું છે. આ બધા કોરોના વેક્સિન ફરજિયાત બનાવવાનો વિરોધ કરી રહ્યા છે. કેનેડાની સાથે સાથે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફ્રાન્સમાં પણ આ પ્રદર્શનો શરૂ થઈ ગયા છે. જસ્ટિન ટ્રૂડોએ વિરોધ પ્રદર્શનો પર સૈન્યનો ઉપયોગ કરવાનો ઇનકાર કર્યો છે.
સુરક્ષા કારણોસર, ટ્રૂડો અને તેમના પરિવારે તેમનું ઘર છોડી દીધું હતું અને તેઓ હવે ક્યાં છે તે જાહેર કરવામાં આવ્યું નથી
દેશના વડાપ્રધાને કહ્યું છે કે કાફલો લઘુમતીનું પ્રતિનિધિત્વ કરે છે અને સરકાર તેમનાથી ડરશે નહીં. લગભગ ૯૦% કેનેડિયન ક્રોસ બોર્ડર ટ્રક ડ્રાઈવરો અને લગભગ ૭૯% વસ્તીએ કોવિડ વેક્સિનના બંને ડોઝ લીધા છે.કેનેડામાં કોરોના વેક્સિન અને અન્ય પ્રતિબંધોનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ શનિવારે યુએસ-કેનેડિયન બોર્ડર બ્રિજ પરથી તેમના વાહનો હટાવી દીધા હતા. આંદોલનકારીઓ દ્વારા વાહનો હટાવવામાં આવ્યા હોવા છતાં શહેરમાં ટ્રાફિક જામ થયો હતો.
પોલીસ અધિકારીઓ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે ડેટ્રોઇટ અને વિન્ડસર, ઓન્ટારિયોને જોડતા એમ્બેસેડર બ્રિજ પરનો તણાવ ત્યારે સમાપ્ત થયો જ્યારે અમે તેમને ટ્રકોને અન્યત્ર ખસેડવા માટે રાજી કર્યા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓટાવામાં લગભગ ૪,૦૦૦ પ્રદર્શનકારીઓ હતા. તેમણે કહ્યું કે, ટ્રક ચાલકોએ ભલે તેમના વાહનો પાછા ખેંચી લીધા હોય, પરંતુ તેમ છતાં પ્રદર્શન વધુ તીવ્ર બન્યું છે.
તેમણે કહ્યું કે જસ્ટિન ટ્રૂડોએ જવું જ પડશે. આ દરમિયાન ટ્રક ડ્રાઈવરોના પ્રદર્શનને કારણે કેનેડા અને અમેરિકાની બોર્ડર પર વેપાર ઠપ્પ થઈ ગયો હતો. આ કારણે, યુએસ અને કેનેડા બંનેના તંત્ર પર હવે પ્રદર્શનને કચડી નાખવાનું દબાણ વધી રહ્યું હતું. મિશિગનના ગવર્નર ગ્રેચેન વિટમરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘મારો સંદેશ સ્પષ્ટ છે. રસ્તાઓ પર વાહનવ્યવહાર પાછો લાવવો જોઈએ.’
Other News : યુક્રેનમાં અભ્યાસ કરતા ૨૦ હજાર ભારતીય વિદ્યાર્થીઓ સંકટમાં, વાલીઓ ચિંતામાં