Charotar Sandesh
ગુજરાત

PSI નો યુનિફોર્મ પહેરી વટ મારવાનું નટવરલાલને ભારે પડ્યુ

જાણીતી વાત  છે કે ”પુલીસ કી ના દોસ્તી અચ્છી, ના દુશ્મની પરંતુ  સુરતના એક વ્યક્તિએ તો નકલી પી.એસ.આઇ બની ખાખી જ પહેરી લીધી,અને પહોંચ્યા હવાલાત 
 
સુરતના એક ઈસમને પીએસઆઇ બની લોકો ઉપર રોફ જમાવવાનું ભારે પડ્યું છે, સુરત એસ.ઓ.જીની ટિમ સુરત શહેર વિસ્તાર માં પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે પરસોત્તમભાઈ ધનજીભાઈ લહેરી [પટેલ] રહે, 5/34 બેઠી કોલોની ઉધના દરવાજા સુરત પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો ન હોવા છતાં પી.એસ.આઇનો યુનિફોર્મ પહેરી એપલ હોસ્પિટલની પાછળ ફૂટ ઓવરબ્રિજ પાસેથી પસાર થવાનો છે  તે બાતમીના આધારે એસઓજીની ટિમ વોચમાં ગોઠવાઈ ગઈ હતી 

દરમ્યાન પરસોત્તમ લહેરી પસાર થતા તેને રોકી પૂછપરછ કરતા તેમજ આઈ કાર્ડ માંગતા પરસોત્તમ કોઈ સંતોષ કારક જવાબ આપી નહતો શક્યો પરંતુ વધુ પુછપરછ કરતા તેને જણાવેલ કે પોલીસ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હોવાનો શોખ હોવાના કારણે તેમજ લોકો પી.એસ.આઇ સમજી માન-પાન  આપતા તે ગમતું હોવાથી પોલીસનો યુનિફોર્મ ખરીદી પહેરતો હતો ,જેથી મજકુર ઈસમને અટક કરી તેને પહરેલ પી.એસ.આઈ નો યુનિફોર્મ, બે નંગ મોબાઈલ ફોન ,પી,એસ,આઈ નો ડ્રેસ પહેરેલ ફોટાવાળું નેશનલ ડિફેન્સ ઓર્ગેનાઇઝેશન ગુજરાત સ્ટેટનું આઈ કાર્ડ ઓલ ઇન્ડિયા એન્ટી કરપ્સન એન્ડ હ્યુમનરાઈટ્સ કાઉન્સીલની આઈ કાર્ડ મળી કુલ્લે 8000રૂનો મુદ્દામાલ કબ્જે કરી લહેરીલાલ પરસોત્તમ વિરુદ્ધ કાર્યવાહી કરી સલાબતપુરા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે   

Related posts

વડોદરામાં પેટ્રોલ-ડિઝલ અને મોંઘવારી વિરુદ્ધ કોંગ્રેસનું હલ્લાબોલ

Charotar Sandesh

ખેડુતોને તાર ફેન્સીંગમાં વીજ કરંટ ન મુકવા વન વિભાગ દ્વારા અપીલ

Charotar Sandesh

ગુજરાતના દરિયામાંથી ૨૦૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું : ૬ પાકિસ્તાનીઓની ધરપકડ : કઈ લઈ જવાતું હતું ડ્રગ્સ ? જુઓ

Charotar Sandesh