મુંબઈ : આઈપીએલ ૨૦ વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત દરમિયાન મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ કહ્યું હતું કે, ‘અમે ટીમમાં એક લેગ સ્પિનર ઇચ્છતા હતા, જે ઝડપી ગતિ સાથે પીચ પરથી સારી પકડ મેળવી શકે છે. આવી સ્થિતિમાં અમે ચહલની જગ્યાએ રાહુલ ચાહરને પસંદ કર્યો. પરંતુ T20 વર્લ્ડકપમાં પસંદગીકારોએ યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ જે સ્પિનરને પસંદ કર્યો હતો તેણે કોઈ યોગ્યતા દર્શાવી ન હતી અને રાહુલ ચહરનું પ્રદર્શન ખુલ્લું પડી ગયું હતું.
યુઝવેન્દ્ર ચહલને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીના નજીકના ખેલાડીઓમાંથી એક માનવામાં આવે છે. બંને ઇઝ્રમ્ માં સાથે રમે છે, તેથી તેમની વચ્ચે સારી બોન્ડિંગ છે, પરંતુ આ હોવા છતાં, પસંદગીકારોએ યુઝવેન્દ્ર ચહલને T20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દીધો હતો T20 વર્લ્ડ કપ ૨૦૨૧ માથે છે અને તમામ ટીમોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ ૨૦૨૧ ૧૭ ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે.ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા T20 વર્લ્ડ કપમાંથી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને હટાવવામાં આવ્યો.
પસંદગીકારોના આ નિર્ણયથી ચહલના ફેન્સ આશ્ચર્યમાં મુકાયા, કારણ કે યુઝવેન્દ્ર ચહલને ભારતનો શ્રેષ્ઠ T20 બોલર માનવામાં આવે છે
T20 વર્લ્ડકપ માટે પસંદગીકારોએ યુઝવેન્દ્ર ચહલને નીકાળીને રાહુલ ચહરનો સમાવેશ કર્યો હતો, પરંતુ રવિવારે IPL ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં આ બોલરની પોલ ખુલ્લી પડી ગઈ હતી. રાહુલ ચાહરને રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી IPL મેચમાં એક પણ વિકેટ મળી ન હતી. રાહુલ ચાહરે ૪ ઓવરમાં ૨૨ રન આપ્યા હતા. આ દરમિયાન તેને એક પણ વિકેટ મળી ન હતી. જો રાહુલ ચાહરનું ્૨૦ વર્લ્ડ કપમાં પણ આવું જ પ્રદર્શન હોય તો તે ટીમ ઈન્ડિયાની ટીમ મુશકેલીમાં મુકાઈ શકે છે.