Charotar Sandesh
સ્પોર્ટ્સ

T-૨૦ મેચમાં ભારતીય ટીમની શાનદાર ફિલ્ડિંગ જોઈ રાહુલ દ્રવિડ ભાવુક થયો

રાહુલ દ્રવિડ

ન્યુદિલ્હી : ત્રીજી અને છેલ્લી T૨૦ મેચમાં ભારતે ૭૩ રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આની સાથે જ ઈન્ડિયન ટીમે ૩-૦થી સિરીઝ પોતાને નામ કરી કીવી ટીમનો વ્હાઈટ વોશ પણ કર્યો છે. ટોસ જીતી પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન ટીમે ૨૦ ઓવરમાં ૭ વિકેટના નુકસાને ૧૮૪ રન કર્યા હતા. જેના જવાબમાં કીવી ટીમ ૧૭.૨ ઓવરમાં ૧૧૧ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી T૨૦ મેચમાં ઈશાન કિશને શાનદાર ફિલ્ડિંગ કરીને ૨ કીવી ખેલાડીને પેવેલિયન ભેગા કર્યા હતા. તેવામાં યુવા ખેલાડીને આવી રીતે ફિલ્ડિંગ કરતા જોઈને રાહુલ દ્રવિડ ખુશ થઈ ગયો હતો અને તેણે ફિલ્ડિંગ કોચને શાબાશી પણ આપી હતી. જેનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

આ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને ૭૩ રનથી હરાવી ૩-૦થી સિરીઝ જીતી લીધી છે

ન્યૂઝીલેન્ડની ઈનિંગની ૧૨મી ઓવરમાં ઈશાને શાનદાર થ્રો કરી ટિમ સેઈફર્ટને રન આઉટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સેઈફર્ટ બીજો રન લેવા જતા ઈશાનના રોકેટ થ્રોના પરિણામે પેવેલિયન ભેગો થયો હતો. ન્યૂઝીલેન્ડની બેટિંગ દરમિયાન ઈશાને ૧૪મી ઓવરમાં પણ પોતાની ફિલ્ડિંગથી ફેન્સના દિલ જીત્યાં હતા. દીપક ચાહરની ઓવરમાં સેન્ટનરે ગેપમાં શોટ મારી ૨ રન ભાગવાનો પ્રયાસ કર્યો હતો. તેવામાં ઈશાનના ડાયરેક્ટ થ્રોના પરિણામે સેન્ટનર રનઆઉટ થઈ પેવેલિયન ભેગો થયો હતો.

સતત ૨ થ્રો અને ૨ રન આઉટને જોતા કેપ્ટન રોહિત શર્મા પણ ખુશ થઈ ગયો હતો અને ઈશાન કિશન સાથે મસ્તી કરતો નજરે પડ્યો હતો. વળી સ્ટેન્ડમાં બેઠેલા ઈન્ડિયન હેડ કોચ દ્રવિડે પણ તેમની બાજુમાં બેઠેલા ઈન્ડિયન ટીમના ફિલ્ડિંગ કોચ દિલીપની પીઠ થાબડી હતી. દિલીપ પણ ઈશાનની આક્રમક ફિલ્ડિંગને જોઈ ખુશ થઈ ગયા હતા.

Other News : ગૃહમંત્રી હર્ષ સંઘવીની પોલીસ વિભાગને ટકોર : ટ્રાફિક નિયમ તોડતા લોકો રીઢા ગુનેગાર નથી, વ્યવહાર સારો રાખો

Related posts

ગુજરાતે કેરળને ૯૦ રને હરાવી ટૂર્નામેન્ટમાં સતત બીજી મેચ જીતી…

Charotar Sandesh

૪૦૦ વિકેટની ક્લબમાં જોડાવાથી અશ્વિન હવે માત્ર છ વિકેટ દૂર…

Charotar Sandesh

ઈંગ્લેન્ડમાં ચાલુ મેચમાં ફેન બેટિંગ કરવા પહોંચી ગયો

Charotar Sandesh