Charotar Sandesh
ઈન્ડિયા

રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સામે ટક્કર લઈ શકે તેમ નથી : મમતા બેનર્જી

મમતા બેનર્જી

કોલકાતા : ૨૦૨૧ની પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનરજીએ ભાજપના તમામ દિગ્ગજ નેતાઓ અને ભાજપને પછાડી જંગી બહુમતી મેળવીને રાજ્યની સત્તા પુનઃ પોતાના હાથમાં લીધી હતી, ત્યારથી જ મમતા બેનરજી એક રાષ્ટ્રીય નેતા તરીકે અને વિરોધપક્ષના નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ગઇકાલે ભવાનીપુર ખાતે આયોજિત એક જાહેરસભાને સંબોધતા મમતા બેનરજીએ કહ્યું હતું કે દેશને પાકિસ્તાન કે તાલિબાન નહી બનવા દે. તે સાથે તેમણે ભાજપ ઉપર સમાજમાં ભાગલા પડાવવાનો આરોપ મૂક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. મોદી આજે ૭૧વર્ષના થયા. દેશભરમાં તેમને અભિનંદન આપવામાં આવી રહ્યા છે.

શિવસેનાના સાંસદ અને સંજય રાઉત કે જેઓ તેમના વિવાદાસ્પદ નિવેદનો માટે પ્રખ્યાત છે તેમણે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા છે

મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદી દેશમાં એક મહાન નેતા છે. તે હવે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. અમે તેમના સંઘર્ષને નજીકથી જોયો છે. તેમના કાર્યકાળ દરમિયાન દેશે રાજકીય સ્થિરતા પ્રાપ્ત કરી છે. એ સ્વીકારવું જ જોઇએ કે મોદીનો સત્તામાં એકતરફી ઉદય મોદીના નેતૃત્વ અને લોકપ્રિયતાની પરાકાા છે.

દેશમાં નરેન્દ્ર મોદી જેવો બીજો કોઈ નેતા નથી. તેમની ભૂમિકા અને કામને લઈને ગમે તેટલો વિવાદ હોય તો પણ, હું તેમને દેશના વડાપ્રધાન તરીકે શુભેચ્છા પાઠવું છું અને તેમને સમૃદ્ધ જીવનની શુભેચ્છા આપૂ છું.૨૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમ્યાન નરેન્દ્ર મોદીની સામે વિરોધપક્ષના નેતા તરીકે તૃણમૂલ કોંગ્રેસે ગુરૂવારે મમતા બેનરજીને ગુરૂવારે પ્રોજેક્ટ કર્યા હતા. તે સાથે રાહુલ ગાંધીની રાષ્ટ્રીય નેતા તરીકેની વિશ્વસનિયતા પ્રત્યે પણ પક્ષે મજાક ઉડાવી હતી.

Other News : તાલિબાનોની સરકાર બનતાં વિશ્વમાં આતંક અને કટ્ટરવાદ વધશે : PM મોદી

Related posts

કોરાનાનો ડર : દેશમાં ૨૦ના મોત, પોઝિટિવ કેસ ૯૦૦ને પાર…

Charotar Sandesh

૧૮ સરકારી બેન્કમાં એપ્રિલ-જૂનમાં ૩૨ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસ નોંધાયા…

Charotar Sandesh

દિલ્હીમાં રેકોર્ડબ્રેક ઠંડી : લઘુત્તમ તાપમાન ૪.૨ નોંધાયુ…

Charotar Sandesh