Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

આણંદ જિલ્લામાં MGVCLની વિજિલન્સ ટીમોના દરોડા : વધુ ૩૩ સ્થળેથી વીજચોરી ઝડપી

વિજિલન્સ ટીમો

આણંદ : ઉનાળાની સિઝનમાં કેટલાક વીજધારકો લાઈટબીલ બચાવવા ફ્રીજ, એસી, કૂલર સહિતના ગેરકાયદે જોડાણો કરી વીજચોરીનો રસ્તો અપનાવતા હોય છે, ત્યારે હવે એમજીવીસીએલની વિજિલન્સની ટીમોએ આણંદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સપાટો બોલાવ્યો છે અને વધુ ૩૩ સ્થળેથી વીજચોરી કરતાં ધારકોને ઝડપી પાડ્યા છે.

વિજિલન્સની ટીમે કુલ ૩૨૮૯૦ યુનિટની વિજચોરી કરનારા લોકોને ૫.૩૩ લાખનો દંડ ફટકાર્યો છે

ગ્રામ્ય વિસ્તારોમાં ખેતર ઉપયોગિ વીજ મીટરો, રહેણાંક વિસ્તારના મીટરો મળી કુલ ૧૮૮ જેટલા વીજ મીટરો ચેક કરવામાં આવ્યા છે. વીજીલન્સની ટીમે દરોડા પાડતા વીજચોરોમાં દોડધામ મચી જવા પામી હતી. વિજતંત્રએ અધિનિયમ કાયદા મુજબ ૫.૩૩ લાખનો દંડ વસૂલી વધુ તપાસ હાથ ધરી છે.

Other News : આણંદ-વડોદરામાં આ તારિખે વરસાદની આગાહી : ૨૪ કલાકમાં પ તાલુકામાં ભારે પવન સાથે નોંધાયો વરસાદ

Related posts

કોંગી કાઉન્સીલર સહિત ૬ શખ્સો નાપાડમાંથી જુગાર રમતાં ઝડપાયા

Charotar Sandesh

પેપર લીક કૌભાંડ : NSUI કાર્યકરોએ રોડજામ કરી સૂત્રોચ્ચાર કરતાં અટકાયત : વિદ્યાર્થીઓમાં રોષ

Charotar Sandesh

ખંભાતમા થયેલ કોમી રમખાણ બનાવમા છેલ્લા એક વર્ષથી નાસતા-ફરતા ૧૦ આરોપીઓને પકડી પાડતી SOG આણંદ

Charotar Sandesh