Charotar Sandesh
ચરોતર શૈક્ષણિક સમાચાર

બ્રહ્મા કુમારી દ્વારા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટીમાં રક્ષાબંધન પર્વ કાર્યક્રમ યોજાયો

બ્રહ્મા કુમારી પરિવાર

આણંદ : બ્રહ્મા કુમારી પરિવાર દ્વારા આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી દ્વારા સંચાલિત વિવિધ કોલેજ અને ઇન્સિટીટયૂટના સ્ટાફ અને વિદ્યાર્થીઓ સાથે રક્ષાબંધન પર્વ નિમિત્તે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સંસ્થાના સેક્રેટરી અને રજિસ્ટ્રાર ડૉ ઈશિતાબેન પી. પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલ.

આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારી ઇશ્ર્વરીય વિદ્યાલય, આણંદ શાખાના ત્રણ બહેનો બીકે રીનાબેન, બીકે પૂજાબેન અને બીકે ડૉ. બિનિતાબેન એ ખાસ હાજર રહી રક્ષાબંધન પર્વની અને તેની ઉજવણી દર વર્ષે નવી રીતે કરવા માટે સમજ આપી હતી.

દર વર્ષે નવી રાખડી બાંધીએ છે અને નવી ગીફ્ટ પણ મેળવીએ છે, તો હવે એક નવો સંકલ્પ પણ કરવા કહ્યું હતું, કોરોનામાં કોઈ આપણી નજીક આવી શકતા ન હતા ત્યારે પણ આપણા તારણહાર ભગવાન જ હતા, ઈશ્ચરને પ્રાર્થના કરવામાં આપણે રીતી રિવાજો અને બંધનને માનીએ છીએ, પણ જો નિયમ તોડીએ તો રક્ષા થવી મુશ્કેલ છે, માટે દરરોજ મેડિટેશન કરવાની સંપૂર્ણ સમજ આપી પ્રેક્ટિકલ સાથે અનુભવ કરાવ્યો હતો. પરમ પિતા પરમાત્મા જ આપણા રક્ષણહાર છે, ત્યારે રાખડીની ગાંઠ બાંધીએ છીએ તેમ આ રક્ષાબંધન પર્વ દરમિયાન પણ એક નવી પ્રતિજ્ઞાની ગાંઠ બાંધવા સમજાવ્યુ હતું.

બ્રહ્મકુમારી ઇશ્ર્વરીય વિદ્યાલય દ્વારા સંસ્થાના પ્રમુખશ્રી બિપીનચંદ્ર પી. પટેલ (વકીલ) તથા વાઇસ પ્રેસીડેન્ટ અને સી.ઇ.ઑ. ડો પાર્થ બી. પટેલને રક્ષાબંધન પર્વની શુભેચ્છા પાઠવી હતી.

Other News : આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે આણંદમાં ૭૫મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે

Related posts

વડતાલ સંપ્રદાયના મોટાલાલજી પૂ. સૌરભપ્રસાદદાસજીના સ્નેહ સત્કાર સમારંભ યોજાયો…

Charotar Sandesh

આણંદમાં નવી સિવીલ હોસ્પિટલ સહિત શહેરમાં નવા માર્ગોના કામો ઝડપથી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરે કર્યો અનુરોધ

Charotar Sandesh

ડરના જરૂરી હૈ… ભયના માહોલ વચ્ચે મોટા ભાગના ટુવ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યા…

Charotar Sandesh