Charotar Sandesh
ગુજરાત

ગુજરાત સીએમ સહિત મંત્રીમંડળમાં રપ સભ્યો : ૯ કેબિનેટ સહિત ર૪ નવા મંત્રીઓએ શપથ લીધા

સીએમ સહિત મંત્રીમંડળ

હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ભાઈ ચૌધરી, મનીષા વકીલે રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે લીધા શપથ

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ મંત્રીશ્રીઓની શપથવિધિ સંપન્ન

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં. આ શપથવિધિ સમારોહમાં રાજ્યપાલશ્રીએ રાજ્ય મંત્રીમંડળના કેબિનેટ કક્ષાના ૧૦ અને રાજ્ય કક્ષાનાસ્વતંત્ર હવાલો ધરાવતા ૫ અને રાજ્ય કક્ષા ના ૯ પદનામિત મંત્રીશ્રીઓને પણ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતાં.

રાજ્યપાલશ્રી સમક્ષ કેબિનેટ મંત્રી તરીકે શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, શ્રી જીતેન્દ્રભાઇ વાઘાણી, શ્રી ઋષિકેશભાઇ પટેલ, શ્રી પૂર્ણેશકુમાર મોદી, શ્રી રાઘવજીભાઇ પટેલ, શ્રી કનુભાઇ દેસાઇ, શ્રી કિરીટસિંહ રાણા, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી પ્રદીપભાઇ પરમાર, શ્રી અર્જુનસિંહ ચૌહાણએ હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા હતા.

જ્યારે રાજ્યકક્ષાના (સ્વતંત્ર પ્રભાર) મંત્રી તરીકે શ્રી હર્ષભાઇ સંઘવી, શ્રી જગદીશભાઇ પંચાલ, શ્રી બ્રિજેશભાઇ મેરજા, શ્રી જીતુભાઇ ચૌધરી, શ્રીમતી મનીષાબહેન વકીલ એ શપથ ગ્રહણ કર્યા હતાં. જ્યારે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી નિમીષાબહેન સુથાર, શ્રી અરવિંદભાઇ રૈયાણી, શ્રી કુબેરભાઇ ડિંડોર, શ્રી કિર્તીસિંહ વાઘેલા, શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, શ્રી આર. સી. મકવાણા, શ્રી વિનોદભાઇ મોરડીયા અને શ્રી દેવાભાઇ માલમ એ શપથ ગ્રહણ કર્યા હતાં.

Other News : પુરગ્રસ્ત વિસ્તારો માટે નવા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદના

Related posts

રાજસ્થાનની IPL ફાઈનલમાં એન્ટ્રી : અમદાવાદ સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાન વચ્ચે જંગ જામશે

Charotar Sandesh

ભરતસિંહ સોલંકી સૌથી વધુ દિવસ હોસ્પિટલમાં દાખલ રહીને કોરોનાને હરાવનારા પહેલા એશિયન…

Charotar Sandesh

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની શક્યતા નહિવત્‌ : સરકાર

Charotar Sandesh