Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ તાલુકાના ૧૨ જેટલા ગામોના કાચા માર્ગો ૯.૨૫ કરોડના ખર્ચે પાકા બનશે : જુઓ ગામોમાં કયા કયા રસ્તાઓ બનશે

માર્ગ મકાન વિભાગ

આણંદ : છેલ્લા ઘણા સમયથી ગામોના કાચા રસ્તાઓ બાબતે ફરિયાદો આવી રહી હતી, જેથી આણંદ વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારની રજૂઆતને પગલે રાજ્યના મંત્રી માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ તાલુકાના ૧ર ગામોના ૧૮ માર્ગો માટે રૂા. ૯.૨૫ કરોડની ગ્રાન્ટ મંજુર કરેલ, જેને લઈ હવે કાચા માર્ગો પાકા બનશે જેથી ગ્રામજનોમાં ખુશીની લાગણી પ્રવર્તી છે.

આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારની રજુઆતને લીધે માર્ગ મકાન વિભાગ દ્વારા રૂા. ૯.૨૫ કરોડની ગ્રાન્ટ મંજૂર

આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારની રજુઆતને લીધે માર્ગ મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવેલા પ્રાપ્ત માહિતી અનુસાર, કાચા રસ્તાઓમાં ખાંધલી કાંસના નહેરના પાળાથી સિગોડિયા પુરમાં જવાનો કાચો ૧ કિમીના રસ્તા માટે રૂા ૫૦ લાખ, વાસખિલિયા કાંસના પાળાથી મફતભાઇ અને રમેશભાઇ પરમારના ઘર સુધી તથા સુથારીપુરાનો અધૂરો ૧ કિમીના માર્ગ માટે રૂા ૫૦ લાખ, ઝાખરીયા-શંકરપુરા-વડોદને જોડતા રસ્તા ૧.૫૦ કિમીના રસ્તા માટે રૂા ૭૫ લાખના ખર્ચે રસ્તાઓ બનશે.

બીજા ગામોની વાત કરીએ તો,

નાવલી-નાપાડ જુના રસ્તાથી કંકાલોરા વાળો ૧ કિલોમીટરનો રસ્તા માટે રૂા ૫૦ લાખ,(બાકરોલની રામપુરા છાત્રાલયની બાજુથી કોકીલાબેન પટેલના ખેતર વાળા ૧ કિમીના રસ્તા માટે રૂા ૫૦ લાખ, નાવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સામે સરદાર પટેલ નગરમાં જવાનો અડધા કિમીના રસ્તા માટે રૂા ૨૫ લાખ,ગામડી નેશનલ હાઇવે નં ૮ થી ચીકોરી ફેકટરીથી ત્રિકમભાઈના કુવા વાળો અડધો કિમીના રસ્તા માટે રૂા ૨૫, વલાસણના ઢેબાકુવા ગવારિયા વિસ્તાર થી ભીખાપુરા સુધી ના ૧ કિમીના કાચા રસ્તા માટે રૂા ૫૦ લાખ, નાવલી વિધ્યાડેરી રોડ થી ભારત પોલ્ટી ફોર્મ પાસેથી જતો પોઇચા વાળો ૧ કિમીના રસ્તા માટે રૂા ૫૦ લાખ, જોળ ગામે ચોસઠમાતાના મંદિર થી ક્રુષ્ણનગર ને જોડતો ૧.૫૦ કિમીના રસ્તા માટે રૂા ૭૫ લાખના ખર્ચે રસ્તાઓ બનશે.

તેમજ ગામડી થી ચીખોદરા હોસ્પિટલ રોડથી કપણા તલાવડી વાળા અડધો કિમીના રસ્તા માટે રૂા ૨૫ લાખ,સંદેસર પ્રિતમપુરા રોડ થી ભુરીયાવાળો ૨ કિમીના રસ્તા માટે ૧ કરોડ, સલાટીયાપુરા નેશનલ હાઇવે નં ૮ થી સલાટીયાપુરા ને જોડતા ૧.૫૦ કિમીના રસ્તા માટે રૂા ૭૫ લાખ, મોગરી નિલકંઠ ફોર્મની સામેની વાલોર વાળી ઉંચી નળી વાળા ૧ કિમીના રસ્તા માટે રૂા ૫૦ લાખ જીટોડીયા દ્રષ્ટિ ફોર્મ થી મોગરી અંધારીયા રોડને જોડતા ૧કિમીના રસ્તાનું કામ રૂા ૫૦ લાખના ખર્ચે રસ્તાઓ બનાવાશે.

તેમજ જીટોડીયાના નવાપુરા ભાથીજી મંદિર થી નંદાણિયા તલાવ સુધીના ૧ કિમીનારસ્તા માટે રૂા ૫૦ લાખ, જોળ ગામના સ્મશાન થી કબ્રસ્તાનનૈ જોડતા અડધા કિમીના રસ્તાન માટે રૂા ૨૫ લાખ, વાસખીલીયા ગામના પીપળનાનાકા થી હનુમાનજી મંદિર સુધી ના ૧ કિમીના રસ્તા માટે રૂા ૫૦ લાખ મંજૂર કરાતાં હવે તમામ રસ્તાઓ પાકા બનશે.

Other News : આણંદની પ્રખ્યાત એલિકોન કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ : ફાયર ટીમોએ આગ ઉપર કાબૂ મેળવ્યો

Related posts

વડતાલ ખાતે પૂનમના કેસર સ્નાન અભિષેક યોજાયો : હજારો હરિભક્તોએ દર્શનનો લાભ લીધો

Charotar Sandesh

આણંદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ જાગૃતતા કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh

આણંદ-નડિયાદ શહેરમાં કોરોનાના કેસો વધતાં જિલ્લા કલેક્ટર દ્વારા કેટલાક નિયંત્રણ લગાવાયા…

Charotar Sandesh