આણંદ : જિલ્લામાં કોરોનાના કેસોમાં બે દિવસ દરમ્યાન ઘટાડો નોંધાયો છે. ત્યારે આજે સોમવારે જિલ્લામાં ૧૫૦ નવા કેસો નોંધાયા છે.
આજે બોરસદ મામલતદાર કચેરીના ૧૧ કર્મચારીઓ સંક્રમિત થતા ફફડાટ ફેલાયો છે
આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી મુજબ કોરોના રોકેટગતિએ વધી મહાવિસ્ફોટક સ્થિતિ સર્જી રહ્યો છે.આજે ૨૭૫૭ લોકોના ટેસ્ટિંગ કરાયું જેમાં આજે નવા ૧૫૦ કેસ નોંધાયા છે. કોરોના મજબૂતાઈથી ૨૦૨૪ દર્દીનો અજગર ભરડો લઈ બેઠો છે. મહત્વનું છે કે આણંદ તાલુકામાં સૌથી વધુ ૧૧૮ દર્દી નવા નોંધાયા છે . જ્યારે અંકલાવમાં ૩, ખંભાતમાં ૮, પેટલાદમાં ૧૧, બોરસદમાં ૮ અને સોજીત્રામાં ૨ જ્યારે ઉમરેઠમાં અને તારાપુરમાં શૂન્ય અને કેસ નોંધાયા છે.દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.
આણંદ જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૩૩૪૦ સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી ૧૧૨૬૬ ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.અત્યાર સુધી કોરોના કુલ ૭૦૫૧૨૯ ટેસ્ટ થયા છે.હાલ ૨૯ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે ૨૫ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.
Other News : રાહત : ગુજરાતમાં આજે નવા કેસમાં ૪૦ ટકાનો ઘટાડો : કોરોનાના કેસ ઘટીને ૧૪ હજાર નીચે નોંધાયા