વલસાડ : મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાતાં વલસાડ રજિસ્ટ્રાર ઓફિસમાં મુલાકાતથી હડકંપ મચી ગયો હતો. મંત્રીએ રિક્ષાચાલકને જાતે ભાડું ચૂકવ્યું હતું. મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રિક્ષામાં બેસીને વલસાડ રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા હતા. અચાનક રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચતાં હડકંપ મચ્યો હતો. તેમણે દસ્તાવેજ કરાવવા આવેલા લોકોની પણ પૃચ્છા કરી હતી.
મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટર કચેરીએ મહેસૂલી મેળા માટે વલસાડ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન વલસાડ કલેક્ટર કચેરીએ આવે એ પહેલાં એક રિક્ષામાં બેસીને વલસાડ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. અચાનક મામલતદાર કચેરીએ પહોંચી ચેકિંગ હાથ ધરતાં સરકારી બાબુઓ ચોંકી ઊઠ્યા હતા. લોકોના મહેસૂલ વિભાગના પડતર પ્રશ્નો માટે મહેસૂલી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
વલસાડના મહેસૂલી મેળામાં આવતાં પહેલાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કલેક્ટર કચેરીએથી વલસાડ મામલતદાર કચેરીની મુલાકાતે પહોંચ્યા હતા. વલસાડની મામલતદાર કચેરીમાં આવેલી રજિસ્ટ્રાર ઓફિસમાં સામાન્ય માણસ બની આકસ્મિક વિઝિટ કરીને કચેરીમાં ચાલતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. અરજદારોને મળીને કચેરીની કામગીરી દરમિયાન લોકોને પડતી તકલીફો અંગે જાણકારી મેળવી હતી.રાજ્યના મહેસૂલમંત્રી અચાનક વલસાડ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. રાજેન્દ્ર ત્રિવેદી નાયક ફિલ્મની જેમ રિક્ષામાં બેસીને વલસાડની રજિસ્ટ્રાર ઓફિસમાં પહોંચ્યા હતા.
મહેસૂલમંત્રીનો આવો અનોખો અંદાજ જોઈ તમામ લોકો ચોંકી ઊઠ્યા હતા
મહેસૂલમંત્રી અચાનક રિક્ષામાં બેસીને મામલતદાર કચેરીમાં પહોંચતાં કલેક્ટર સહિતના અધિકારીઓ દોડતા થયા હતા. રાજેન્દ્ર ત્રિવેદીએ રિક્ષામાંથી ઊતરીને જાતે જ રિક્ષાનું ભાડું પણ ચૂકવ્યું હતું. રાજન્દ્ર ત્રિદેવીની અચાનક મુલાકાતને પગલે હડકંપ મચી ગયો હતો. રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવદી અચાનક સામાન્ય માણસની જેમ રિક્ષામાં બેસીને વલસાડની મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. તેમણે કચેરીની રજિસ્ટ્રાર ઓફિસની આકસ્મિક વિઝિટ કરી હતી.
રજિસ્ટ્રાર ઓફિસમાં કામ દરમિયાન વહીવટ કઈ રીતે ચાલે છે એનું ચેકિંગ કર્યું હતું. રજિસ્ટ્રાર ઓફિસમાં આવેલા અરજદારોને મહેસૂલમત્રીએ પૂછ્યું કે ઓફિસમાં કોઈ પૈસા માગે છે તો જણાવો, જોકે એવી કોઈ વાત સામે આવી નહોતી. મહેસૂલમંત્રીની આકસ્મિક વિઝિટને લઈ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.
Other News : ત્રીજીવાર બિન સચિવાલયની પરીક્ષા રદ થતા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહન કર્યું