Charotar Sandesh
ગુજરાત મધ્ય ગુજરાત

વડોદરામાં ૨ કરોડ ખર્ચ કરવા છતાં સામાન્ય વરસાદમાં રસ્તાઓ ધોવાઇ ગયા

વરસાદમાં રસ્તાઓ

વડોદરા : વડોદરામાં સામાન્ય વરસાદમાં રસ્તાઓની હાલત કફોડી બની ગઈ છે. ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થયું હોવાના તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.જેને લઈ પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં પેચવર્કની કામગીરની તંત્રની પોલી ખુલ્લી પડી ગઈ છે. માત્ર સામાન્ય વરસાદ બાદ શહેરમાં અનેક રસ્તાઓ ઉબડખાબડ જોવા મળી રહ્યા છે. અધિકારી અને કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવાની નાગરિકો માગ કરી રહ્યા છે.

લોકો કહી રહ્યાં છે કે, સ્માર્ટ સિટીના સપના દેખાડતું તંત્ર કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરે. રસ્તાઓ પર ખાડા પડી જતા વાહનચાલકો પરેશાન છે. વડોદરા શહેરમાં છેલ્લા વરસાદી માહોલ છવાયેલો છે. વરસાદ ચાલુ રહેતા પોણા ત્રણ ઇચ જેટલો વરસાદ વરસ્યો હતો. પરિણામે શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

સ્માર્ટ સિટી વડોદરામાં રસ્તાઓ ધોવાઇ જતા મનપાની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યાં છે. ખાડા પૂરવામાં ઘોર બેદરકારીના કારણે જીવલેણ અકસ્માતોની ભીતિ સર્જાઈ છે. સંબંધિત એજન્સી દ્વારા માટીના પુરાણમાં બેદરકારીના કારણે ખાડાઓ સર્જાતા હોવાનું જગજાહેર છે. પરંતુ સ્માર્ટ સિટીના સત્તાધિશો દ્વારા કંપની સામે કોઈ કાર્યવાહી થતી નથી.

વરસાદને પગલે વડોદરા શહેરની સ્થિતિ જોતા પાલિકાની પેચવર્કની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે અને નાગરિકો આક્રોશ ઠાલવી રહ્યા છે

વડોદરા પાલિકાએ ચોમાસા પહેલા જૂન મહિના દરમિયાન ૨૬.૫૦ લાખ, જુલાઈ મહિના દરમિયાન ૬૨.૬૧ લાખ ઓગસ્ટ મહિના દરમિયાન ૬૧.૬૧ લાખ આમ અંદાજે રૂ.૨ કરોડના ખર્ચે પેચવર્કની કામગીરી તમામ વોર્ડમાં કરી હતી. પરંતુ, વરસાદના કારણે પેચવર્કની કામગીરીના ધજાગરા ઉડ્યા હતા. પાલિકાની ટીમે કરેલી પેચવર્ક કામગીરી સામે સવાલો ઊભા થયા હતાં.

વડોદરામાં મોટા ભાગના નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતાં. ચાર દરવાજા, રામદેવનગર આજવા રોડ, રાવપુરા, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ આસપાસ, ગેંડા સર્કલ, કારેલીબાગ સહિત અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. વડોદરામાં વરસાદ પડવાને કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા હતા અને કેટલીક જગ્યાએ રસ્તાનું ધોવાણ થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે.

Other News : ગુજરાતને ઘમરોળશે મેઘરાજા : આ તારીખ સુધી અતિભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

Related posts

જયંતી રવિના સ્થાને પંકજ કુમાર અને વિજય નેહરાના સ્થાને મુકેશકુમારની નિમણુંક કરાઈ…

Charotar Sandesh

દારૂબંધી ? કચ્છમાં પોલીસે ખૂલ્લેઆમ કટિંગ થઇ રહેલ ૪૦ લાખનો દારુ ઝડપી પાડ્યો…

Charotar Sandesh

વડોદરા વોર્ડ નં. ૧૨ના કાઉન્સીલરો સહિત સંગઠનની ટીમ દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો…

Charotar Sandesh