Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત શર્માની રેકોર્ડ બ્રેકિંગ સદી, ભારત મજબૂત સ્થિતિમાં

રોહિત શર્મા (rohit sharma)

ન્યુ દિલ્હી : રોહિતે પ્રથમ વખત એક જ ટેસ્ટ શ્રેણીમાં ૭૦૦ કરતાં વધારે બોલ રમવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. આ સાથે વિદેશમાં પણ તેણે પ્રથમ વખત એક જ શ્રેણીમાં ૩૦૦ પ્લસ રન બનાવ્યા છે. રોહિતે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એક ઓપનર તરીકે ૧૧ હજાર રન પૂરા કરનાર ચોથો ખેલાડી બનવાની સિદ્ધિ મેળવી હતી. ઇનિંગનો ૮૦મો રન બનાવવાની સાથે ટેસ્ટમાં રોહિતના ત્રણ હજાર રન પૂરા થયા હતા અને તે ૨૩મો ખેલાડી બન્યો હતો.

ઇંગ્લેન્ડ સામે રોહિત શર્મા (rohit sharma) ની આ બીજી સદી નોંધાઇ છે

વિદેશની ધરતી ઉપર પ્રથમ સદી નોંધાવનાર રોહિત શર્મા (rohit sharma) એ કારકિર્દીની ઓવરઓલ આઠમી સદી નોંધાવતા ભારતે અહીં રમાતી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસની રમત દરમિયાન ઇંગ્લેન્ડ સામે પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી હતી

ભારતે બીજા દાવમાં ૯૨ ઓવર્સમાં ત્રણ વિકેટે ૨૭૦ રન બનાવ્યા હતા અને ઝાંખા પ્રકાશના કારણે રમત બંધ રાખવામાં આવી હતી. આ સમયે કોહલી (૨૨) અને જાડેજા (૯) રમી રહ્યા હતા. આ સાથે ભારતે ઇંગ્લેન્ડના ૯૯ રનની લીડ પૂરી કરીને ૧૭૧ રન સાથે આગળ થયું હતું. ઇંગ્લેન્ડમાં ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં રોહિત કુલ વિક્રમી નવમી સદી નોંધાવીને વિન્ડીઝના મહાન બેટ્‌સમેન વિવિયન રિચાર્ડ્‌સના રેકોર્ડની બરોબરી કરી હતી. રોહિત ઇંગ્લેન્ડમાં હાઇએસ્ટ સદી નોંધાવવાના મામલે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. તેણે રાહુલ દ્રવિડ (૮ સદી)નો રેકોર્ડ બ્રેક કર્યો હતો. ઓવલમાં ઓપનર તરીકે સદી નોંધાવનાર રોહિત છઠ્ઠો ભારતીય બેટ્‌સમેન બની ગયો છે. આ પહેલાં ઓવલમાં વિજય મર્ચન્ટ, સુનીલ ગાવસ્કર, રવિ શાસ્ત્રી, રાહુલ દ્રવિડ, લોકેશ રાહુલે ઓપનર તરીકે સદી નોંધાવી હતી.રોહિતે સચિન તેંડુલકર બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૧૧ હજાર રન પૂરા કર્યા હતા. તેણે આ માટે ૨૪૬ ઇનિંગ્સનો સમય લીધો હતો.

સચિને ૨૪૧ ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. ઓપનર તરીકે રોહિત ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૧૧ હજાર રન પૂરા કરનાર ચોથો બેટ્‌સમેન બન્યો છે.

Other News : ધોનીએ સંન્યાસનો નિર્ણય કેમ ના બદલ્યો ? : રવિ શાસ્ત્રી

Related posts

અમદાવાદ જેવી પિચ પર કુંબલે-ભજ્જી ૮૦૦ વિકેટ ઝડપી શકેઃ યુવરાજ

Charotar Sandesh

મેરિકોમ ઇન્ડયા ઓપનમાં ૫૧ કિલોની કેટેગરીમાં રમશે

Charotar Sandesh

ભૂતપૂર્વ દિગ્ગજ બોક્સર ડિંગ્કો સિંહનું નિધન…

Charotar Sandesh