મુંબઈ : થોડા મહિના પહેલાં કોરોનાનાં વધી રહેલા કેસને લીધે મુંબઈમાં ઘણી ટીવી સિરિયલનું શૂટિંગ બંધ કરાવું પડ્યું હતું. આ દરમિયાન ઘણી ચેનલ્સે પોતાનો શો લોન્ચ કરવાનો પ્લાન પોસ્ટપોન કર્યો હતો. જો કે, હવે મહામારીની સ્થિતિમાં સુધારો આવ્યો છે અને આ દરમિયાન રોહિત શેટ્ટીનો શો ‘ખતરો કે ખિલાડી’ પણ લોન્ચ થયો છે.
લોન્ચિંગ દરમિયાન રોહિત ઉપરાંત કન્ટેસ્ટન્ટ શ્વેતા તિવારી, અર્જુન બિજલાની, સના મકબૂલ ખાન, રાહુલ વૈદ્ય, નિક્કી તંબોલી, વિશાલ આદિત્ય સિંહ, અનુષ્કા સેન, આસ્થા ગિલ અને દિવ્યાંકા ત્રિપાઠી સામેલ હતી.
લોન્ચિંગ દરમિયાન અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠીને ચેનલ તરફથી એક સરપ્રાઈઝ મળ્યું હતું. ૮ જુલાઈએ તેણે વિવેક દહિયા સાથે ૫ મી વેડિંગ એનિવર્સરી સેલિબ્રેટ કરી. આખી ટીમે લોન્ચ દરમિયાન કેક કટિંગ કરી સેલિબ્રેશન કર્યું.
લોકડાઉન દરમિયાન શો લોન્ચ વિશે રોહિત કહ્યું , ધીમે-ધીમે બધું પાટા પર ચડતા મને સારું લાગી રહ્યું છે, પરંતુ આપણે ભૂલવું ના જોઈએ કે હજુ કોરોનાથી આઝાદ થયા નથી. આપણે સાવચેત રહેવું પડશે. વાતચીત દરમિયાન રોહિતે શો સાથે જોડાયેલી અમુક વાતો પણ શેર કરી.