Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

રૂા. ૨૨ લાખના ખર્ચે નવનિર્મિત ગામડી ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરતાં સાંસદ મિતેષભાઇ પટેલ

મિતેષભાઇ પટેલે

ટાઉન હોલ-આણંદ ખાતે જ્ઞાનશકિત દિવસની ઉજવણી કરાઇ

સરકારી સ્કુલો – કોલેજો સ્માર્ટ બની રહી છે ટેકનોલોજીના સમયની સાથે કદમ મિલાવી રાજય સરકારે શહેરથી લઇને ગ્રામીણ વિસ્તારોમાં સ્માર્ટ એજ્યુકેશન પર ભાર મૂક્યો છે – સાંસદશ્રી મિતેષભાઇ પટેલ

આણંદ :  ટાઉન હોલ-આણંદ ખાતે જ્ઞાનશકિત દિવસની ઉજવણી પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેષભાઇ પટેલે  જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળ સરકારના પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે “જ્ઞાન શક્તિ દિવસ”ની ઉજવણી કરવામાં આવી રહી છે.

શ્રી મિતેષભાઇ પટેલે  જણાવ્યું કે શિક્ષણક્ષેત્રે જે જરૂરીયાત છે તે સરકારશ્રી દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. શિક્ષણ થકી જ વિકાસ શકય છે. આણંદ-વિદ્યાનગર એ વિદ્યાનું ધામ છે. તેમાં આજે જ્ઞાનશકિત દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિદ્યાનગરની સ્થાપના કરનાર પૂજય ભાઇકાકા અને સરદાર સાહેબે વિદ્યાની નગરી માટે જોયેલું સ્વપ્ન સરકાર દ્વારા સાકાર કરવામાં આવી રહયું હોવાની લાગણી વ્યકત કરી હતી અને રાજય સરકારનો “જ્ઞાન શક્તિ દિવસ”ની ઉજવણી કરવા બદલ આભાર પ્રગટ કર્યો હતો.

કાર્યક્રમ પૂર્ણ થયેથી સાંસદ શ્રી મિતેષભાઇ પટેલેએ રૂા. રર લાખના ખર્ચે નવનિર્મિત ગામડી ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરતાં રાજય સરકારની ગ્રામોત્‍થાનની વિવિધ યોજનાઓની રૂપરેખા આપી હતી. અને તારાપુર-વાસદના તૈયાર થઇ રહેલ રોડની વિગતો આપી હતી. સાંસદ શ્રી મિતેષભાઇ પટેલએ ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરી ભવનનું નિરીક્ષણ કર્યું હતું તે સમયે તેમની સાથે જિલ્‍લા કલેકટર શ્રી મનોજ દક્ષિણી પણ જોડાયા હતા.

આ પ્રસંગે આણંદ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રૂપલબેન પટેલ, ઉપપ્રમુખ શ્રીમતી છાયાબેન ઝાલા, પૂર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયા, જિલ્‍લા અગ્રણી શ્રી યોગેશ પટેલ, નગરપાલિકાના નગરસેવકો, વિવિધ શૈક્ષણિક સંસ્થાના પ્રાધ્યાપકો, આણંદના નગરજનો અને વિદ્યાર્થીઓ હાજર રહયા હતા. જયારે ગામડી ખાતે આણંદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સરપંચશ્રી અને ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related News : આણંદ શહેર જિલ્લામાં ત્રણ સ્થળોએ ‘જ્ઞાન શક્તિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

Related posts

વાસદ ટોલનાકા પર ફાસ્ટ ટેગ વગરના આવાગમન કરતા વાહનો માટે એક જ માર્ગ કરતાં ટ્રાફિક જામ…

Charotar Sandesh

વિશ્વામિત્રી નદીની સપાટી ૧૮ ફૂટે પહોંચી, આજવા સરોવરના દરવાજા બંધ કરાયાં…

Charotar Sandesh

બેન્ક ઓફ બરોડા ઉમરેઠ દ્વારા શિક્ષક દિન નિમિત્તે પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવણી કરાઈ

Charotar Sandesh