Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

અમુલના એમડી પદેથી આરએસ સોઢીનું રાજીનામું, નવા એમડી તરીકે જયેન મહેતાની નિમણૂક

આરએસ સોઢી

આણંદ : સુપ્રસિદ્ધ અમુલના મેનેજીંગ ડાયરેક્ટર પદેથી આર.એસ.સોઢીએ રાજીનામું આપ્યું છે, હવે નવા એમડીનો ચાર્જ જયેન મહેતાને સોંપવામાં આવ્યો છે.

આ અંગે આર.એસ.સોઢીએ મિડીયા સાથે વાત કરતા જણાવેલ કે, હું છેલ્લા ૧૨ વર્ષથી એમડી હતો, જેમાં છેલ્લા બે વર્ષથી એક્સટેન્શન પર હતો, હવે મેં એમ.ડી.પદેથી રાજીનામું આપેલ છે, એમડી તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે એટલે કે, જૂન ૨૦૧૦માં અમૂલનું ટર્ન ઓવર ૮૦૦૦ કરોડ હતું, જે હાલ વધીને ૬૧૦૦૦ હજાર કરોડ થયેલ છે.

નવા એમડી તરીકે જયેન મહેતાની નિમણૂક કરાઈ

વધુમાં, ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં COO તરીકે જયેન મેહતાની ફેબ્રુઆરી ૨૦૨૨માં નિમણૂક થયેલ હતી, જયેન મેહતા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને તેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે.

Other News : આણંદ જિલ્લામાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનું અંદરખાને વેચાણ : વધુ ૩૩પ ફિરકાઓ ઝડપાયા

Related posts

ઈ-ગુજકોપ સોફ્ટવેરની મદદથી ચોરાયેલું બાઈક પકડતી આંકલાવ પોલીસ…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં કોરોનાને લઈ પ્રથમ મોત : ઉમરેઠના પોઝિટિવ દર્દીનું થયું દુઃખદ નિધન…

Charotar Sandesh

આંકલાવ તાલુકામાં આવેલ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા ૪ યુવતીઓ સહિત ૧૩ ઝડપાયા…

Charotar Sandesh