Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ ખાતે તા.૧૦મીના રોજ “રન ફોર તિરંગા” રેલી યોજાશે : જિલ્લાના નાગરિકોને જોડાવા અપીલ કરાઈ

હર ઘર તિરંગા (har ghar tiranga)

હર ઘર તિરંગા” (har ghar tiranga) : તા. ૧૩ થી ૧૫ ઓગસ્ટ : દેશનું ગૌરવ – દેશનું અભિમાન – તિરંગો હર ઘરની શાન

આણંદ : સમગ્ર દેશમાં આઝાદીના ૭૫મા વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી તા. ૧૩ થી ૧૫મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં ‘‘હર ઘર તિરંગા’’ (har ghar tiranga) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આણંદ જિલ્લામાં પણ હર ઘર ત્રિરંગા કાર્યક્રમના માધ્યમથી દેશનું ગૌરવ-દેશનું અભિમાન-તિરંગો હર ઘરની શાન બને તે માટે સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર દ્વારા આગામી તા. ૧૦/૮/૨૦૨૨ના રોજ સવારના ૯-૩૦ કલાકે આણંદ જિલ્લાની રન ફોર તિરંગારેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા યોજાનાર આ રન ફોર તિરંગા” (run for tiranga) રેલી મુખ્ય મહેમાન પદે ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહ ચૌહાણ ઉપસ્થિત રહી સાંસદ શ્રી મિતેશભાઇ પટેલ અને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજભાઇ પટેલની ઉપસ્થિતમાં સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેથી રન ફોર તિરંગા(run for tiranga) રેલીને પ્રસ્થાન કરાવશે.

આ રેલી સરદાર પટેલ યુનિવર્સિટી ખાતેથી પ્રસ્થાન થઇ શહેરના શહીદ ચોક, નલિની ચાર રસ્તા, ભાઇકાકા સ્ટેચ્યુ, ગાયત્રી સર્કલ (બીગ બજાર), ભાઇકાકા સ્ટેચ્યુ, મોટા બજાર, સી.વી.એમ. યુનિવર્સિટી, ભાઇકાકા લાયબ્રેરી થઇ પરત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આવશે.

રન ફોર તિરંગા(run for tiranga) રેલીમાં સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોના પ્રાધ્યાપકો, વિદ્યાર્થી-વિદ્યાર્થનીઓ જોડાનાર છે જેમાં આણંદ શહેર સહિત જિલ્લાના નાગરિકોને જોડાવવા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. ભાઇલાલભાઇ પટેલે અપીલ કરી છે.

Other News : વડતાલ સંસ્થાની પર્યાવરણ જતન માટે નવતર પહેલ : મંદિર દ્વારા પાંચ હજાર છ સો આંબા કલમોનું વિતરણ

Related posts

શ્રી જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલ ખંભાત ખાતે 3 વર્ષની બાળકીનું મોતિયાનું સફળ ઓપરેશન

Charotar Sandesh

રાજ્ય શિક્ષક સંઘ દ્વારા “કાયઝાલા” એપ નો બહિષ્કાર કરવા આદેશ…

Charotar Sandesh

અમૂલ દૂધના ભાવો પ્રતિ લીટર રૂ.૪ થી ૫ વધવાની શકયતા છે : આર.એસ. સોઢી

Charotar Sandesh