Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાન-કેટરિના કૈફે આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’નું શૂટિંગ શરૂ કર્યું

સલમાન

મુંબઈ : સલમાન ખાન અને કેટરિના કૈફે તેમની આગામી ફિલ્મ ‘ટાઇગર ૩’ માટેનું શૂટિંગ ફરી શરૂ કર્યું હતું. આ એક્ટર્સ ફિઝિકલી ચેલેન્જિંગ શૂટ માટે પહેલાંથી જ સજ્જ હતા. મુંબઈમાં યશરાજ ફિલ્મ્સના સ્ટૂડિયો ખાતે શૂટિંગ થઈ રહ્યું છે.

એક સોર્સે જણાવ્યું, ‘‘ટાઇગર ૩’નું નવું શેડ્યૂલ યશરાજ ફિલ્મ્સ સ્ટૂડિયોઝમાં ગુરુવારથી શરૂ થયું છે. આ સેટ પરથી કોઈ ફોટોગ્રાફ કે વીડિયો લીક ના થાય એવી એરેન્જમેન્ટ્‌સ કરવામાં આવી છે. આ શેડ્યૂલ તેમજ ઓગસ્ટના મધ્યથી શરૂ થનારા લાંબા ફોરેન શેડ્યૂલમાં સલમાન અને કેટરિનાની ફિટનેસની પરીક્ષા થશે.’

સલમાને પહેલાં જ ઇન્ટેન્સ વર્કઆઉટ સેશનની સાથે આ ફિલ્મ માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી. રિસન્ટલી તેણે આ ફિલ્મ માટે તેના ઇન્ટેન્સ જિમ સેશનમાંથી તેની એક ઝલક રજૂ કરી હતી. સલમાનના વર્કઆઉટનો આ વીડિયો સો.મીડિયા પર વાઇરલ થયો થયો હતો. આ ફિલ્મમાં સલમાન અને કેટરિના બંનેની દમદાર એક્શન સીક્વન્સીસ હોય એમ જણાય છે.

‘ટાઇગર ૩’ એ સક્સેસફુલ ‘ટાઇગર’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. આ આગામી ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનના રોલમાં જોવા મળશે.

Other News : અક્ષય કુમારે કોરોના અસરગ્રસ્ત કલાકારોને ૫૦ લાખની સહાય કરી

Related posts

અમિતાભ-અભિષેક બાદ હવે ઐશ્વર્યા-આરાધ્યા પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ, સામાન્ય તાવની ફરિયાદ…

Charotar Sandesh

કાર્તિક આર્યન અને કૃતિ સેનોનની જોડી તેલુગુ હિટ ફિલ્મની હિંદી રિમેકમાં જોવા મળશે

Charotar Sandesh

કેટરિના કૈફ પ્રથમ સુપરહિરો ફિમેલ ફિલ્મમાં ચમકશે…

Charotar Sandesh