નવીદિલ્હી : હાલના ડીજીટલ યુગમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ વધવા પામી છે, ત્યારે એસબીઆઈ (SBI) બેંકે પોતાના ખાતેદારોને ચેતવ્યા છે, અને જાગરૂત કર્યા છે. આ મામલે એસબીઆઈ (SBI) બેંકે પોતાના ગ્રાહકોના જાગરૂક પણ કર્યા છે. બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ વ્યક્ત કરી છે, આ નંબરોથી ગ્રાહકોને નુકસાન થઈ શકે તેમ છે, જેને લઈ ફિશિંગ સ્કેમથી બચાવવા માટે એસબીઆઈ બેંકે ખાતાધારકોને ચેતવ્યા છે.
એસબીઆઈ બેંકે જણાવેલ છે કે, સોશિયલ મિડીયા પ્લેટફોર્મ ટ્વીટ, એસએમએસ, અને ઈમેલમાં ફિશિંગ છેતરપિંડીની ઘટનાઓ બનવા પામી છે, જેમાં ફોન પર કેટલાક લોકો પોતાને બેંકના કર્મચારી જણાવીને છેતરપિંડી આચરી રહ્યા છે, જેને લઈ જાહેર કરાયેયલ બે નંબર પરથી કોલ આવે તો રિસીવ ન કરવા માટે જણાવાયું છે.
જે નંબરો ૮૨૯૪૭૧૦૯૪૬ અને ૭૩૬૨૯૫૧૯૭૩ છે, જો તમને આ નંબરોથી કોલ આવે તો ચેતવવાની જરૂર છે
સી.આઈ.ડી. આસામે ટ્વીટર ઉપર જણાવેલ કે, સ્ટેટ બેંકના ખાતાધારકોને બે નંબર પરથી ફોન કરાઈ રહ્યા છે, અને ગ્રાહકોને દ્ભરૂઝ્ર માટે કહેવામાં આવે છે અને મોબાઈલ પર લિંક મોકલવામાં આવે છે જેને લઈ જાગૃતતા ફેલાવવા જણાવાયું છે.
Other News : આણંદ જિલ્લામાં અક્ષયતૃતિયા દરમિયાન કે ગમે ત્યારે બાળલગ્ન કરાવનાર તમામ સામે કડક કાર્યવાહી કરાશે