Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં મોતની બીજી ઘટના ! ધોરણ-૧ર બોર્ડની પરીક્ષા આપવા જાય તે પહેલા હાર્ટ એટેકથી મોત

ધોરણ-૧ર બોર્ડની પરીક્ષા

અમદાવાદ : હાલમાં રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો માહોલ છે, ગત ૨૮ માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. ત્યારે બોર્ડના વિદ્યાર્થીના મોતની બીજી ઘટના અમદાવાદ બાદ નવસારીમાં સામે આવી છે.

હાઈબીપી આવતાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું

પ્રથમ ઘટના અમદાવાદમાં બની છે, જેમાં એસજી પટેલ સ્કૂલમાં અભ્યાસ કરતો શેખ મો.અમન મો. આરીફનું ચાલુ પરીક્ષાએ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ અચાનક પરસેવો થતાં પ્રિન્સિપાલને જાણ કરાઈ હતી. ત્યારબાદ વિદ્યાર્થીને ૧૦૮ની મદદથી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તેનું હાઈબીપી આવતાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો, પરંતુ વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું છે.

શાહ પરિવારનો ૧૮ વર્ષિય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ શાળાના ધોરણ ૧૨ કોમર્સ માં અભ્યાસ કરતો હતો

જ્યારે બીજી ઘટનામાં બીજા દિવસે જ નવસારી શહેરમાં ઘટના બનવા પામી છે, જેમાં શાહ પરિવારનો ૧૮ વર્ષિય ઉત્સવ શાહ જે વિદ્યાકુંજ શાળાના ધોરણ ૧૨ કોમર્સ માં અભ્યાસ કરતો હતો. અગ્રવાલ કોલેજમાં કોમર્સના આંકડાશાસ્ત્રનું પેપર હતું ત્યારે બપોરે એક વાગ્યાના અરસામાં તેના પિતાને તેણે છાતીમાં દુખાવાની ફરિયાદ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ ગયા બાદ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી.

Other News : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહના પત્ની રેશ્માબેને ગંભીર આક્ષેપ લગાવ્યા, કહ્યું હવે યુદ્ધ એ જ કલ્યાણ છે

Related posts

રક્ષાબંધન બની હાઇટેક, બહેનોમાં ઑનલાઇન રાખડી ખરીદવાનું ચલણ વધ્યું…

Charotar Sandesh

રાજ્યમાં કોરોનાથી વધુ એક મોત : કુલ મૃત્યુઆંક ૬, પોઝિટિવ કેસ ૬૯…

Charotar Sandesh

વાલીઓને દાઝ્યા પર ડામ, ધો-1થી 12ના પાઠ્ય પુસ્તકોના ભાવમાં વધારો…જાણો ભાવ…

Charotar Sandesh