એક્ટર શાહરુખના દીકરાને ૨૬ દિવસે જામીન મળતાં બોલિવૂડ ફિદા, સોનુ સૂદે કહ્યું, ‘સમય ન્યાય તોળે છે, ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી’
મુંબઈ : આખરે ૨૬ દિવસ પછી ડ્રગ્સ કેસમાં ફસાયેલા શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનને બોમ્બે હાઇ કોર્ટ દ્વારા ગુરુવારે ૨૮ ઓક્ટોબરના રોજ જામીન આપી દેવામાં આવ્યા છે.
બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન પર છોડવા આદેશ કર્યો છે. આ ઉપરાંત તેની સાથે ધરપકડ કરેલા અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાના જામીન પણ બોમ્બે હાઈકોર્ટે મંજૂર કર્યા છે. અલબત્ત, ૨૯ ઓક્ટોબરે કોર્ટમાં જામીનની શરતોની સુનાવણી થયા પછી જ આર્યનનો આર્થર રોડ જેલમાંથી છૂટકારો થશે. પરંતુ આટલાં અઠવાડિયાંથી સૌને જેનો ઇન્તેજાર હતો તે પૂરો થતાં સમગ્ર બોલિવૂડે રાહતનો શ્વાસ લીધો છે
સૌએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે
તેમાં અભિનેતાઓ સોનુ સૂદ, સ્વરા ભાસ્કર, આર. માધવન, મલાઇકા અરોરા, ફિલ્મમેકર્સ રામગોપાલ વર્મા, હંસલ મહેતા, ગાયક મિકા સિંહ સહિતની સેલિબ્રિટીઓએ હાશકારો વ્યક્ત કર્યો છે.
Related News : મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં દરેકના બાળકો એકવાર અંદર જશે : મીકા સિંહ