Charotar Sandesh
બોલિવૂડ

Sharmaji Namkeen Film : પરેશ રાવલે સ્વ. રિશી કપૂરની અધૂરી ફિલ્મ પુરી કરી

ફિલ્મ શર્માજી નમકીન

મુંબઇ : રિશી કપૂરનું નિધન કેન્સર જેવી ગંભીર બીમારીથી થયું હતું. તેમણે બે વરસ સુધી સારવાર કરાવી હતી પરંતુ અંતે તેઓ આ બીમારી સામે જંગ હારી ગયા હતા.

નીતુ કપૂરે રિશી કપૂરની બીમારીના છેલ્લા દિવસો યાદ કરીને લખ્યું હતુ કે, ન્યૂયોર્કના તેમની સાથેના દિવસોમાં તેમની પાસેથી મને ઘણું શીખવાની તક મળી હતી. તેમના બ્લડકાઉન્ટ હાઇ રહેતા ત્યારે અમે સેલિબ્રેટ કરતા, રેસ્ટોરન્ટમાં ખાવા જતા, ખરીદીનો પણ આનંદ લેતા હતા. તેમનું સ્વાસ્થ્ય કમજોર રહેતું ત્યારે અમે ઘરમાં ટેલિવિઝન જોતા અને ખાવાનું ઓર્ડર કરતા હતા. તેમના આવનારી કીમોથેરપી વધુ સારી રહેશે એવી આશા સાથે અમે દિવસો પસાર કર્યા છે. સ્વ. રિશી કપૂરના ૬૯મા જન્મદિવસે તેમની પુત્રી રિદ્ધીમા કપૂરે સ્વ. અભિનેતાના પ્રશંસકોને એક ખાસ ભેટ આપી છે.

રિદ્ધિમાએ પિતાના નિધનથી અધૂરી છુટેલી ફિલ્મશર્માજી નમકીનનું પ્રથમ લુક બહાર પાડયું છે

રિદ્ધિમાએ આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, ફિલ્મ શર્માજી નમકીન (film sharmaji namkeen) પોસ્ટર સોશિયલ મીડિયા પર મુકતાં મને આનંદ અને ગર્વ થાય છે. હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતાઓમાંના એક રિશી કપૂરને લોકો તેમના અભિનયમ હંમેશા યાદ રાખશે.આ તેમની અંતિમ ફિલ્મનું પ્રથમ લુક છે. આ ફિલ્મના અધુરા રહેલા દ્રશ્યોને પરેશ રાવલની મદદથી પુરા કરવામાં આવ્યા છે. રિદ્ધિમાએ પરેશ રાવલનો પણ આભાર માનતા શેર કર્યું છે કે, તેમણે રિશીજીના અધુરા રહેલા દ્રશ્યોને ભજવવા માટે હું તેમનો આભાર માનું છું. તેમણે સંવેદનશીલ બનીને આ નિર્ણય લીધો છે.

Other News : f

Related posts

અભિનેતા અક્ષય કુમાર કાશ્મીર પહોંચ્યા, બીએસએફના જવાનોનું વધાર્યું મનોબળ…

Charotar Sandesh

ટાઇગર શ્રોફ સાથે કિસિંગ સીન અંગે અનન્યાએ આપ્યો ચોંકાવનારો જવાબ

Charotar Sandesh

રિતિક રોશનની ફિલ્મ ‘કાબિલ’ ૫ જૂને ચીનમાં રિલીઝ થશે

Charotar Sandesh