Charotar Sandesh
આર્ટિકલ

સરકારે વ્યાજખોરો પર લગામ નાથવા માટે વિધાનસભામાં બિલ પાસ કરવું જોઈએ ??

વ્યાજખોરો

વ્યાજના ખાબોચિયામો ફસાયેલો વ્યક્તિને વ્યાજખોરો વધુને વધુ ડુબાડતા જાય છે અને અંતે વ્યાજ ન ચૂકવી શકનાર વ્યક્તિ પાસેથી જમીન મકાન હજારો ટકાના પ્રમાણમાં છીનવી લેવામાં આવે છે અથવા તો લખાવી લેવામાં આવે છે

ગુજરાતમાં હજારોની સંખ્યામાં નાણા ધીરનારના વ્યવસાય સાથે સંકળાયેલી ફાયનાન્સ પેઢીઓ ધમધમે છે. જેમાંથી અનેક પેઢીઓ વાજબી વ્યાજે નાણાં ધીરનારના બોર્ડ મારી આમ ગરીબ અને જરૂરતમંદ મજબૂર લોકો પાસેથી તગડું વ્યાજ વસુલે છે. આવું ગેરકાયદેસરનું વ્યાજ વસૂલતા સમાજનું લોહી ચૂસતા, સમાજના વિરોધી વ્યાજખોરો છે. વ્યાજખોર સામે સરકાર કડક હાથે કામ લેવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રાજ્યભરમાં લાખો ગરીબ, મજબૂર, અજ્ઞાન, અભણ લોકો વ્યાજના શિકાર બની પોતાનું સર્વત્ર ગુમાવ્યું છે. હજારો લોકોથી આ વ્યાજખોર દ્વારા રહેવા માટેનું આશિયાનુ કે અન્ય મિલકતો ધોખાધડીથી પોતાના નામે કરાવી પચાવી પાડતા હોય છે.

જો વ્યાજખોર સામે પીઆઈએસ કંમ્પ્લેઇન ન નોંધે તો ગુજરાત સ્ટેટ કંમ્પ્લેઇન ઓથોરિટી ગાંધીનગરને ફરિયાદ કરો. જોકે PCA એ નખ વગરનો કાગળનો વાઘ છે છતાં ફરિયાદ કરાવી જોઈએ જેથી હાઇકોર્ટમાં જવાનું ગ્રાઉન્ડ બને

હજારોની સંખ્યામાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકો આત્મહત્યાનો પ્રયાસ કરી ચુક્યા છે, તો કેટલાય તો આ પ્રયાસમાં સફળ પણ થઇ ગયા છે. અને પોતાના કિમતી પ્રાણ પણ ગુમાવી દીધા છે. ઊંચા દરે વ્યાજે લીધેલા નાણાંનું વ્યાજ કે નાણાં ન ચૂકવનારાઓને વ્યાજખોરો દ્વારા ધાક-ધમકી, અપહરણ, મારકૂટ જેવા શસ્ત્રો ઉગામે છે. ત્યારે દિનપ્રતિદિન વ્યાજખોરોનો વ્યવસાય બેફામ રીતે વધી રહ્યો છે. તેને ડામવા સરકાર સખતમાં સખત કાયદો બનાવે તે લોકો માટે હિતાવહ છે. ઊંચી વ્યાજખોરીના શિકાર લોકો જ્યારે પોતાની આપવીતી પોલીસતંત્ર સુધી લઈ જાય છે ત્યારે તંત્ર દ્વારા પણ ધીરધારની સામાન્ય કલમો નોંધી જામીન પર મુક્ત કરી દેવાય છે.

તાજેતરમાં જ ઊંચા વ્યાજથી તગડી કમાણી કરતાં આ ધિરાણકારો, ફાયનાન્સકારો બેફામ બની ગરીબ, મજબૂર લોકોનું શોષણ કરે છે.
કાયદા અનુસાર રજિસ્ટ્રેશન વગર નાણા ધીરનાર પ્રવૃત્તિ કરવી, નિયમ દર કરતા વધાર વ્યાજે પૈસા આપવા, પૈસાની અવેજમાં અન્ય મિલકત વસૂલવી, નાણા વસૂલવા માટે દેણદાર ઉપર ત્રાસ ગુજારવો વગેરે જેવી બાબતો આ કાયદા હેઠળ ગુનો બને છે. તે ઉપરાંત બળજબરીપૂર્વક અને ધાક-ધમકીથી નાણાં અને વ્યાજની વસૂલાત કરવી તે ઈ.પી.કો કલમ- ૩૮૪, ૩૮૭ હેઠળ પણ શિક્ષાપાત્ર ગુનો બને છે.

સમાન્ય રીતે ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાં ધીરાણ કરતાં વ્યાજખોરો દ્વારા વ્યાજખોરીની આવી ગુનાહિત્ત પ્રવૃત્તિમાંથી મિલકતો વસાવી સંપત્તિનું સર્જન કરેલ હોય છે. જેથી આવા આરોપીઓની સંપત્તિ “ધ પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એક્ટ (PMLA) હેઠળ જપ્ત થઈ શકે છે. જેથી તે અંગે જરૂરી ચકાસણી કરીને આરોપીઓ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિથી વસાવેલી સંપત્તિની વિગતો મેળવી (PMLA) હેઠળ કાર્યવાહી કરવા એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ED)ને આધાર પુરાવા તથા વ્યાજબીપણાં વગર વ્યાજે નાણાં ધીરનાર પ્રવૃત્તિ કરતાં સી.આઈ.ડી ક્રાઈમ મારફતે દરખાસ્ત કરવી.

• ઊંચા વ્યાજ સામે લડવા માટે આટલી કાળજી લ્યો….
૧. સામાજિક મોભાઓ દેખાડવા માટે ખોટા ખર્ચાઓ ટાળો. ઉછીના કે વ્યાજે નાણાં લઈને કોઈ મોટા પ્રસંગો કરવાની જરૂર નથી. દેખાદેખીનો વાયરસ કોરોના કરતાં વધુ ખતરનાખ છે એટલે વ્યાજે પૈસા લેતા પહેલા સો વખત વિચારજો.
૨. સહકારી મંડળી કે બેન્ક પાસેથી માત્ર જરૂર પૂરતા જ નાણાં લેવા જોઈએ.
૩. વ્યાજનો ધંધો કરનાર અને ભાડાનાટટ્ટુઓ લઈને ફરતાં માથાભારે લોકો પાસેથી ઉછીના કે વ્યાજે નાણાં લેવાનું ટાળો.
૪. કોરોના જેવી પરિસ્થિતિમાં કે મંદીના સમયે મોટા લોકોને પણ વ્યાજ પોસાતું નથી તો આવા સમયે ઊંચા વ્યાજનું કોઈ રિસ્ક ના લેવું જોઈએ.
૫. વ્યાજ આપણા નખ અને વાળની જેમ વધે છે એટલે સાવચેતી રાખીને કોઈપણ કાર્ય કરવું.
૬. વ્યાજખોરો તમને રોકડ રકમ આપે છે એટલે એ ઑફિસયલ કોર્ટમાં જઈ શકતા નથી. એટલે બાળવાખોરીનો હથકંડો અપનાવે છે એટલે આવા લોકો પાસેથી પૈસા લેવાની ટાળવું જોઈએ.
૭. જો વ્યાજખોર સામે પીઆઈએસ કંમ્પ્લેઇન ન નોંધે તો ગુજરાત સ્ટેટ કંમ્પ્લેઇન ઓથોરિટી ગાંધીનગર ને ફરિયાદ કરો. જોકે PCA એ નખ વગરનો કાગળનો વાઘ છે છતાં ફરિયાદ કરાવી જોઈએ જેથી હાઇકોર્ટમાં જવાનું ગ્રાઉન્ડ બને.

કહેવાય છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડાના લોખંડના મોટા વહોરા વેપારી ગ્રાહકોને ઉધારમાં માલસામાન લેવા માટે મજબુર કરે છે. એક અઠવાડિયા બાદ ભાડાના ટટ્ટુઓ ને ગ્રાહકના ઘરે દર અઠવાડીએ મોકલવામાં આવે છે. આ ટટ્ટુઓ દ્વારા માં બહેન દીકરીઓને ગંદી નજરથી જોવામાં આવે છે અને દર અઠવાડીએ યાદ કરવા માટે આવે તેના ૨૦૦ થી ૩૦૦ રૂપિયા લેવામાં આવે છે અને મજબૂરીના માર્યા, ઇજ્જતના માર્યા લોકો આપી દે છે. આવી ખુલ્લી કમાણી કરતા વહોરા ખાંડણીખોરીથિ વિશેષ કઈ જ નાથી કેમ ઉપર સુધી હપ્તા મોકલવામાં આવતા હોવાનો દાવો આ સાહેબો કરી ચુક્યા છે.

  • પિન્કેશ પટેલ “કર્મશીલ ગુજરાત”
  • ‘હું તો બોલીશ

Other News : સ્ત્રીની સુંદરતા માણવી, જાણવી અને જીવવી એ ત્રણેય એકબીજાથી તદ્દન ભિન્ન ક્રિયાઓ છે ??

Related posts

વૈશ્વિક મહામારી કોરોના સામેના યુદ્ધમાં વ્યક્તિએ પોતે જ શ્રીકૃષ્ણ અને અર્જુન બનવું પડશે…!

Charotar Sandesh

આપણા સંતાનને માત્ર માણસ થવાનું શીખવાડવાનું છે, બાકી સમય સમયનું કામ કરશે…

Charotar Sandesh

૧૮મી ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અડાસ રેલ્વે સ્ટેશને સર્જાયેલો શહાદતનો ઈતિહાસ…!!

Charotar Sandesh