Anand : શ્રી કચ્છ વાગડ જૈન યુવા ગ્રુપ દ્વારા તારીખ ૧૨ માર્ચ,૨૦૨૩ ને રવિવાર ના રોજ ટાઉનહોલ પાસે નિઃશુલ્ક પક્ષીઓના કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું.

યુવા ગ્રુપ નો હેતુ ફક્ત એ જ હતો કે ઉનાળા ની કાળજાળ ગરમી માં મનુષ્ય તો તેની તરસ પાણી – ઠંડા પીણા થી છિપાવી લેશે. પરંતુ અબોલ પશુ – પંખી ઓ નું શું ?? માટે દર વર્ષે શ્રી કચ્છ વાગડ જૈન યુવા ગ્રૂપ ઉનાળામાં પશુ – પંખી ઑ માટે નિઃશુલ્ક કુંડા વિતરણ કરતા હોય છે. રવિવારે યુવા ગ્રુપ દ્વારા ૧૫૦૦ જેટલા કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

યુવા ગ્રુપનો ટાર્ગેટ આગામી મહિનામાં આશરે ૫૦૦૦ કુંડાના નિઃશુલ્ક વિતરણનો છે
સાથેજ યુવા ગ્રુપ એ રાહદારી ઓ માટે ઠંડી છાશ નું વિતરણ પણ હાથ ધર્યું હતું. જેનાં લાભાર્થી પરિવાર (અંબાબેન ભાઈલાલ ભાઈ શાહ પરિવાર – અનિલ મોટર્સ) લાભ લીધેલ. યુવા ગ્રુપ નું આગામી કુંડા વિતરણ આયોજન તારીખ ૧૯ માર્ચ, ૨૦૨૩ ને રવિવાર ના રોજ ટાઉનહોલ પાસે જ છે. તો યુવા ગ્રુપ દરેકને કુંડા વિતરણ નો લાભ લેવા માટે વિનંતી કરે છે.
( જીવદયા નાં આ કાર્ય માં આપનું યથાશક્તિ યોગદાન સ્વીકાર્ય છે – સંપર્ક : ૮૦૦૦૨૫૨૦૩૭ )