Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલ : શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ : લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટ્યા

દ્વિશતાબ્દી મહોત્સવ

આ પૂર્ણાહુતિ પ્રસંગે પૂર્વ ના.મુખ્યમંત્રી નીતીન પટેલ તેમજ નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ખાસ હાજરી આપી

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ ધામ વડતાલ ધામ (vadtal temple) ખાતે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ સમાપન સમારોહ ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ઉપસ્થિત રહી પ. પૂ. ધ. ધુ. 1008 શ્રી આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન દેવસ્વામી, કોઠારી ડો.સંત સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામી, સદગુરુ વક્તા નિત્ય સ્વરૂપ દાસજી, જ્ઞાનજીવન દાસજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. સમારોહ ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, ધારાસભ્ય અર્જુનસિંહ, હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. (vadtal temple)

સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તિર્થધામ વડતાલ (vadtal temple)માં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની 9 દિવસ ખુબજ આસ્થા અને શ્રદ્ધા ભેર ઉજવણી કરવામાં આવી છે

7 નવેમ્બરથી શરૂ થયેલા આ મહોત્સવ(vadtal temple)માં દૈનિક દોઢ લાખથી વધુ હરિભક્તો આવતા 30 લાખથી વધુ હરિભક્તોએ આ મહોત્સવમાં 9 દિવસ ઉત્સાહભેર જોડાયા. મહોત્સવ સ્થળે સભા મંડપમાં મહાનુભાવો તથા યજમાનોના પ્રવચન બાદ આ મહોત્સવની પૂર્ણાહુતિ થઇ છે. આ પ્રસંગે આચાર્ય મહારાજ રાકેશપ્રસાદજી મહારાજ તેમજ અન્ય સાધુ, સંતો અને યજમાનો હાજર રહ્યા હતા.

Other News : Nadiad : દેવદિવાળી પર્વે સુપ્રસિદ્ધ સંતરામ મંદિર સવા લાખ દિવાથી ઝળહળી ઉઠ્યું

Related posts

આજે વધુ ૭ દર્દીઓને રજા આપવામાં આવી : જિલ્લામાં હવે માત્ર પાંચ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

વડોદરા : દિવ્યાંગ મહિલા ક્રિકેટરોને પ્રોત્સાહન આપવા ભગીરથ પ્રયાસ…

Charotar Sandesh

MGVCLની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ સામાન્ય વરસાદમાં જ ખુલી : વીજળી ગૂલ થયાની ફરિયાદો થઈ

Charotar Sandesh