Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલમાં શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

શ્રી રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા

સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા

Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ સહિત સાળંગપુર, ધોલેરા, ગઢપુર, જૂનાગઢ સહિત 3૫૦૦થી વધુ નાના-મોટા મંદીરો તથા ગુરૂકુળોમાં શ્રી રામ મૂર્તિ પ્રતિષ્ઠાની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જયારે સ્વામિનારાયણ સંપ્રદાયના ૫૦થી વધુ સંતો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

વડતાલ સ્વા. મંદિરના શ્યામ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રતિષ્ઠાની પુર્વ રાત્રીએ વડતાલમાં ૨૦૦ કિલો ઉપરાંત વિવિધ રંગો તથા ૧૫૧ કિલો ફૂલની પાંદડીઓથી પરીસરમાં રંગોળી કરવામાં આવી હતી. સોમવારે સવારે વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને વિશેષ શણગાર ધરાવવામાં આવ્યો હતો. મંદીરને આસોપાલવના તોરણોથી શણગારવામાં આવ્યું હતુ. મંદીર પરિસરમાં તૈયાર કરાયલા સ્ટેજ ઉપર શ્રી રામ ચંદ્ર ભગવાનની મૂર્તિ મુકવામાં આવી હતી. મૂર્તિનું આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ, શુકદેવ સ્વામી નાર, શ્રી વલ્લભ સ્વામી, પાર્ષદ ઘનશ્યામ ભગત, જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયા, અમૂલના ચેરમેન વિપુલ પટેલ તથા આરએસએસ અને વીએચપીના પદાધિકારીઓએ પુષ્પપાંદડીથી ભગવાનનું સ્વાગત કર્યું હતુ. આ પ્રસંગે ખેડા-આણંદ જિલ્લાના ૪૦ થી વધુ કારસેવકોનું આરએએસ અને વીએચપીના શ્રેષ્ઠીઓનું આચાર્ય મહારાજે શાલ ઓઢાડીને બહુમાન કર્યું હતુ.

આ પ્રસંગે પૂ. આચાર્ય મહારાજે જણાવ્યું હતુ કે, સદીઓના સંઘર્ષ પછી આજે શ્રી રામલલ્લા અયોધ્યામાં બિરાજમાન થયા તે આપણાં માટે સુવર્ણ અવસર છે. આ ભગીરથ કાર્યમાં ભારતના યશસ્વી વડાપ્રધાન, ઉતરપ્રદેશના મુખ્યમંત્રી, રાજયપાલ, વિહિપ, સંઘ, સંતો, મહંતો અને સુપ્રિમ કોર્ટ વગેરેના યોગદાનને બિરદાવી સત્યનો હમેંશા વિજય થાય છે. તેમ જણાવીને રૂઢા આર્શિવચન આપ્યા હતા. ડો. સંતસ્વામીએ જણાવ્યું હતુ કે, વડતાલના સંતો સમગ્ર સત્સંગ સમાજના પ્રતિનિધિ તરીકે અહિ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. અમેરિકા ઓસ્ટેલિયા આફ્રીકા – લંડન સહિત દેશભરમા ફેલાયેલા સત્સંગીઓની સુખાકારી માટે રામલલાને પ્રાર્થના કરી હતી.

અને વડતાલ મંદિરમાં ઉપસ્થિત કાર સેવકોના ઉત્સાહ ઉમંગના ભાવ અશ્રુના દ્રશ્યો તાદશ્ય થયા હતા. સંધ્યાકાળે મંદિરમાં ૧૧૧૧૧ દિવડાથી દિપોત્સવ ઉજવાયો હતો. અને જય શ્રી રામના નારા લગાવી ઉપસ્થિત હરિભકતોએ સમુહ આરતી ઉતારી હતી.

Other News : પૂરી થઇ 500 વર્ષનો આતુરતા : ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલા, પીએમ મોદીએ કરી પ્રાણ-પ્રતિષ્ઠા

Related posts

કલેકટરશ્રી દિલીપ રાણાની ગાંધીનગર બદલી થતાં જિલ્લા તંત્ર તરફથી ભાવભરી વિદાય આપવામાં આવી…

Charotar Sandesh

વિદ્યાનગર પાલિકા અને વ્હેરા ગ્રામ પંચાયતનાં સંક્રમિત વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો….

Charotar Sandesh

નાવલી કન્યા શાળામાં રિસોર્સ રૂમ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે ઉજવણી કાર્યક્રમ યોજાયો

Charotar Sandesh