આણંદ : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ (કોવિડ-૧૯)ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરી છે. જેને
અનુલક્ષીને કેન્દ્ર–રાજય સરકાર દ્વારા સમયાંતરે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે છે.
કોરોના વાયરસ (કોવિડ-૧૯)ના ઝડપી સંક્રમણને ધ્યાનમાં લઇ તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે
આણંદ તાલુકાના આણંદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) ડી/૧૨, એન.ડી.ડી.બી. કેમ્પસ, મંગળપુરા, આણંદ (કુલ-પ મકાન), (ર) ગીતાંજલી સોસાયટી, આણંદ (કુલ-૧ મકાન), (૩) પ્રથમ એપાર્ટમેન્ટ, આણંદ (કુલ-૧ મકાન), (૪) ૦૩, શ્રુતિત પાર્ક, આકૃતનગર પાછળ, આણંદ (કુલ-૧ મકાન), (૫) ૦૮, સ્નેહ રત્નમ સોસાયટી, સાગોડપુરા, આણંદ (કુલ-૧ મકાન)
કરમસદ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) ડી/૧, ૩૦૪ મેપલ ઓસીસ, કરમસદ (કુલ-૧ મકાન), (ર) ૭, ઘનશ્યામ પાર્ક, કરમસદ
(કુલ-૧ મકાન), (૩) ૨૦૬/બી, અર્થ હાઇટ, કરમસદ (કુલ-૧ મકાન), (૪) ફેમસ હાઉસ, સરદારનગર, કરમસદ (કુલ-૧ મકાન), (૫) ૦૮, સત્સંગ પાર્ક, કરમસદ (કુલ-૧ મકાન), (૬) બી/૩૮, શાર્વત ફલોરેન્સ, કરમસદ (કુલ-૧ મકાન), (૭) ડી/૩૦૩ શપથ-૪, કરમસદ (કુલ-૧ મકાન), (૮) એસકેએચ કેમ્પસ, નર્સિંગ કવાર્ટસ, કરમસદ (કુલ-૧ મકાન) (૯) સનરાઇસીસ હાઉસીસ, કરમસદ (કુલ-૧ મકાન), (૧૦) ડી ૧૫, ૪૦૨ મેપલ ઓસીસ, કરમસદ (કુલ-૧ મકાન), (૧૧) ૧૧/બી, નંદ તનુજ સોસાયટી, કરમસદ (કુલ-૧ મકાન), ઓડ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ (૧) ચાંદની ચોક, ઓડ (કુલ-૬ મકાન), (ર) સોલાભાઇની ખડકી, ઓડ (કુલ-૬ મકાન) અને (૩) બુધેશ્વર સોસાછટી, ઓડ (કુલ ૧ મકાન)ના વિસ્તારોને તાત્કાલિક અસરથી અમલમાં આવે તે રીતે તા. ૨૩/૦૧/૨૦૨૨ સુધી નિયંત્રિત વિસ્તાર (Containment Area) તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ હુકમનો ભંગ કરનાર વ્યકિત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૫૧ થી ૫૮ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ની
જોગવાઇ મુજબ શિક્ષાને પાત્ર થશે.
Other News : ઉત્તરાયણ પર્વમાં ઘવાયેલા એક પણ પક્ષીનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે કંટ્રોલ રૂમ શરૂ