Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

ફાગણી પૂનમના મેળાને લઈ એસટી વિભાગ વધુ ૪૩૫ બસો દોડાવશે

ફાગણી પૂનમના મેળા

ડાકોર-કપડવંજ રોડ પર ગુજરી બજાર ખાતે હંગામી એસ.ટી સ્ટેન્ડ પણ ઉભું કરવામાં આવશે

ફાગણી પૂનમના મેળાને લઈ એસ.ટી વિભાગ દ્વારા ખાસ બસો દોડાવવામાં આવી રહી છે. અમદાવાદ તરફ્થી લાખોની સંખ્યામાં પદયાત્રિક ભાવિક ભક્તો યાત્રાધામ ડાકોર આવતા હોય છે. ત્યારે ઘરે પરત ફરતા સમયે પદયાત્રીઓને સગવડ મળી રહે તે માટે એસ.ટી વિભાગ દ્વારા સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

ST વિભાગ દ્વારા ૪૩૫ એક્સ્ટ્રા એસટી બસો ફાળવવામાં આવી છે, જેનું તા.૪ થી ૭ માર્ચના સુધીમાં રાઉન્ડ ધી કલોક સંચાલન કરવામાં આવનાર છે. ડાકોર-કપડવંજ રોડ પર ગુજરી બજાર ખાતે હંગામી એસ.ટી સ્ટેન્ડ પણ ઉભું કરવામાં આવ્યું છે. આ બસ સ્ટેન્ડમાં મુસાફરોની સુવિધા માટે મંડપ તથા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવનાર છે. અહીંથી પદયાત્રીઓ માટે અમદાવાદ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.“

લોકો રણછોડરાય ભગવાનના દર્શન કરવા આવતા હોય છે. આટલી મોટી સંખ્યામાંં આવતા પદયાત્રિઓને પરત તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવા માટે સુચારૂ વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી હોય છે. જે માટે ૩૭૦ જેટલી એસ.ટી. બસો ફક્ત ડાકોર અમદાવાદ રૂટ માટે આવી છે. જેનું સંચાલન ગુજરી બજાર ખાતેથી કરવામાં આવનાર છે. જ્યારે અન્ય ૬૫ જેટલી બસો વડોદરા, આણંદ અને નડિયાદ તરફ દોડાવવામાં આવશે. જેનું સંચાલન ડાકોર નવા બસ સ્ટેશન ખાતેથી કરવામાં આવનાર છે એમ એમ.બી. રાવલે જણાવ્યું હતું.

Other News : આણંદ : ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં લાગેલી આગમાં એક ભડથુ : ફાયર સેફ્ટી સામે સવાલ !

Related posts

ખેતરમાં ખાડાઓ કરી સંતાડેલ વિદેશી દારૂની ૨૦૧ પેટીઓ સહિત ૧૧.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત…

Charotar Sandesh

ઉમરેઠ સરકારી દવાખાનાના તબીબ રજાના મૂડમાં દેખાયા, CDHO તેમજ THOના ફોન સ્વીચ ઑફ…

Charotar Sandesh

ગ્રામ પંચાયતના સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા નિયત કરાઈ

Charotar Sandesh